Text copied!
Bibles in Gujarati

યોહાન 19:28-36 in Gujarati

Help us?

યોહાન 19:28-36 in ગુજરાતી બાઇબલ

28 તે પછી ઈસુ, હવે સઘળું પૂર્ણ થયું એ જાણીને, શાસ્ત્રવચન પૂર્ણ થાય તે માટે કહે છે કે, 'મને તરસ લાગી છે.'
29 ત્યાં દ્રાક્ષાસવથી ભરેલું એક વાસણ મૂક્યું હતું; તેઓએ એક વાદળી દ્રાક્ષાસવમાં ભીંજવીને લાકડી પર બાંધીને તેમના મોં આગળ ધરી.
30 ત્યારે ઈસુએ દ્રાક્ષાસવ ચાખ્યાં પછી કહ્યું કે, 'સંપૂર્ણ થયું;' અને માથું નમાવીને તેમણે પ્રાણ છોડ્યો.
31 તે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો, (અને તે વિશ્રામવાર મહત્ત્વનો દિવસ હતો), એ માટે વિશ્રામવારે તેઓના મૃતદેહ વધસ્તંભ પર રહે નહિ માટે યહૂદીઓએ પિલાતને વિનંતી કરી કે, 'તેઓના પગ ભાંગીને તેઓને નીચે ઉતારવામાં આવે.'
32 એ માટે સિપાઈઓએ આવીને ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા બંને જણાનાં પગ ભાંગ્યાં.
33 જયારે તેઓ ઈસુની પાસે આવ્યા ત્યારે તેમને મૃત જોઈને તેમના પગ ભાંગ્યા નહિ.
34 તોપણ સિપાઈઓમાંના એકે ભાલાથી તેમની કૂખ વીંધી અને તરત તેમાંથી લોહી તથા પાણી નીકળ્યાં.
35 જેણે એ જોયું છે તેણે જ આ સાક્ષી આપી છે જેથી તમે પણ વિશ્વાસ કરો, તેની સાક્ષી સાચી છે. તે સત્ય કહે છે, એ તે જાણે છે.
36 કેમ કે, 'તેમનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ' એ શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે એમ થયું;
યોહાન 19 in ગુજરાતી બાઇબલ