Text copied!
Bibles in Gujarati

યોહાન 19:24-29 in Gujarati

Help us?

યોહાન 19:24-29 in ગુજરાતી બાઇબલ

24 પછી તેઓએ પરસ્પર કહ્યું કે, 'આપણે તેને ફાડીએ નહિ; પણ તે કોને મળે તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખીએ!' 'તેઓએ પરસ્પર મારાં વસ્ત્રો વહેંચી લીધાં અને મારા ઝભ્ભા માટે ચિઠ્ઠીઓ નાખી.' એમ નિયમશાસ્ત્રમાં જે લખેલું છે તે પૂર્ણ થાય માટે આ બન્યું, તેથી એ કાર્ય સિપાઈઓએ કર્યુ.
25 પણ ઈસુના વધસ્તંભ પાસે તેમના મા, તેમના માસી, ક્લોપાસની પત્ની મરિયમ તથા મગ્દલાની મરિયમ ઊભા રહેલાં હતાં.
26 તેથી જયારે ઈસુએ પોતાની માને તથા જેનાં પર પોતે પ્રેમ કરતા હતા તે શિષ્યને પાસપાસે ઊભા રહેલાં જોયાં, ત્યારે તેમણે પોતાની માને કહ્યું કે, 'બાઈ, જો તારો દીકરો!'
27 ત્યાર પછી તે પેલા શિષ્યને કહે છે કે, 'જો, તારી મા!' અને તે જ સમયથી તે શિષ્ય મરિયમને પોતાને ઘરે લઈ ગયો.
28 તે પછી ઈસુ, હવે સઘળું પૂર્ણ થયું એ જાણીને, શાસ્ત્રવચન પૂર્ણ થાય તે માટે કહે છે કે, 'મને તરસ લાગી છે.'
29 ત્યાં દ્રાક્ષાસવથી ભરેલું એક વાસણ મૂક્યું હતું; તેઓએ એક વાદળી દ્રાક્ષાસવમાં ભીંજવીને લાકડી પર બાંધીને તેમના મોં આગળ ધરી.
યોહાન 19 in ગુજરાતી બાઇબલ