Text copied!
Bibles in Gujarati

યોહાન 18:27-32 in Gujarati

Help us?

યોહાન 18:27-32 in ગુજરાતી બાઇબલ

27 ત્યારે પિતરે ફરીથી ઇનકાર કર્યો; અને તરત જ મરઘો બોલ્યો.
28 ત્યારે તેઓ ઈસુને કાયાફા પાસેથી દરબારમાં લઈ જતા હતા; તે વહેલી સવારનો સમય હતો; અને તેઓ અશુદ્ધ ન થાય, પાસ્ખા ખાઈ શકે, માટે દરબારમાં ગયા નહિ.
29 તેથી પિલાતે બહાર આવીને તેઓને કહ્યું કે, 'એ માણસ પર તમે કયું તહોમત મૂકો છો?'
30 તેઓએ તેને ઉત્તર આપ્યો, 'જો એ માણસ ખોટું કરનાર ન હોત, તો અમે તેને તમને સોંપત નહિ.'
31 ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, 'તમે પોતે તેને લઈને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરો,' યહૂદીઓએ તેમને કહ્યું કે, 'કોઈ માણસને મારી નાખવાનો અમને અધિકાર નથી.'
32 પોતે કયા મોતથી મરનાર હતા તે સૂચવતાં ઈસુએ જે વચન કહ્યું હતું તે પૂર્ણ થાય માટે એમ થયું.
યોહાન 18 in ગુજરાતી બાઇબલ