Text copied!
Bibles in Gujarati

યોહાન 12:21-36 in Gujarati

Help us?

યોહાન 12:21-36 in ગુજરાતી બાઇબલ

21 માટે તેઓએ ગાલીલના બેથસાઈદાના ફિલિપની પાસે આવીને તેમને વિનંતી કરતાં કહ્યું કે, 'ભાઈ, અમે ઈસુને જોવા ચાહીએ છીએ.'
22 ફિલિપ આવીને આન્દ્રિયાને કહ્યું; આન્દ્રિયા તથા ફિલિપ આવીને ઈસુને કહ્યું.
23 ત્યારે ઈસુ તેઓને જવાબ કહ્યું કે, 'માણસના દીકરાને મહિમાવાન થવાનો સમય આવ્યો છે.
24 હું તમને નિશ્ચે કહું છું, જો ઘઉંનો દાણો જમીનમાં પડીને મરતો નથી, તો તે એકલો રહે છે; પણ જો તે મરે, તો તે ઘણાં ફળ આપે છે.
25 જે પોતાના જીવ સાચવે છે, તે તેને ગુમાવે છે; જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે, તે અનંતજીવનને સારુ તેને બચાવી રાખશે.
26 જો કોઈ મારી સેવા કરતો હોય, તો તેણે મારી પાછળ ચાલવું; અને જ્યાં હું છું, ત્યાં મારો સેવક પણ રહેશે; જો કોઈ મારી સેવા કરતો હોય, તો બાપ તેને માન આપશે.
27 હવે મારો જીવ વ્યાકુળ થયો છે; હું શું કહું? ઓ બાપ, મને આ ઘડીથી બચાવ. પણ આને લીધે જ તો હું આ ઘડી સુધી આવ્યો છું.
28 ઓ બાપ, તમારા નામનો મહિમા પ્રગટ કરો, ત્યારે સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, 'મેં તેનો મહિમા પ્રગટ કર્યો છે અને ફરી કરીશ.'
29 ત્યારે જે લોકોએ પાસે ઊભા રહીને તે સાંભળ્યું હતું, તેઓએ કહ્યું કે, 'ગર્જના થઈ;' બીજાઓએ કહ્યું કે, 'સ્વર્ગદૂતે તેમની સાથે વાત કરી.'
30 ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, 'એ વાણી મારે માટે નહિ, પણ તમારે માટે થઈ છે.'
31 હવે આ માનવજગતનો ન્યાય કરવામાં આવે છે; હવે આ જગતના અધિકારીને બહાર કાઢી મૂકવામાં આવશે.
32 અને જો હું પૃથ્વી પરથી ઊંચો કરાઈશ, તો હું સર્વને મારી પોતાની તરફ ખેંચીશ.
33 પોતાનું મૃત્યુ શી રીતે થવાનું છે, એ સૂચવતાં તેમણે એ પ્રમાણે કહ્યું,
34 એ માટે લોકોએ તેમને ઉત્તર આપ્યો કે, 'ખ્રિસ્ત સદા રહેશે, એમ અમે નિયમશાસ્ત્રમાંથી સાંભળ્યું છે; તો માણસનો દીકરો ઊંચો કરાવો જોઈએ, એમ તમે કેમ કહો છો? એ માણસનો દીકરો કોણ છે?'
35 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'હજી થોડીવાર તમારી મધ્યે પ્રકાશ છે; જ્યાં સુધી તમને પ્રકાશ છે, ત્યાં સુધી ચાલો, રખેને અંધકાર તમારા પર આવી પડે; અને જે અંધકારમાં ચાલે છે તે જાણતો નથી કે તે પોતે ક્યાં જાય છે.
36 જ્યાં સુધી તમને પ્રકાશ છે, ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ કરો, એ માટે કે તમે અજવાળાનાં બાળકો થાઓ. એ વાતો કહીને ઈસુ ચાલ્યા ગયા, અને તેઓથી સંતાઈ રહ્યા.
યોહાન 12 in ગુજરાતી બાઇબલ