Text copied!
Bibles in Gujarati

યહોશુઆ 9:14-23 in Gujarati

Help us?

યહોશુઆ 9:14-23 in ગુજરાતી બાઇબલ

14 ઇઝરાયલીઓએ તેઓના ખોરાકમાંથી કંઈક લીધું, પણ તેઓએ યહોવાહની સલાહ લીધી નહિ.
15 અને તેઓને જીવતા રહેવા દેવા માટે યહોશુઆએ તેઓની સાથે સલાહ કરી, તેઓની સાથે કરાર કર્યો. લોકોના સમુદાયના આગેવાનોએ તેઓની આગળ પ્રતિજ્ઞા કરી.
16 અને તેઓની સાથે કરાર કર્યા પછી ત્રીજે દિવસે એમ થયું કે, તેઓએ સાંભળ્યું કે તેઓ અમારા પડોશી અને અમારી મધ્યે જ રહેનારા છે.
17 ત્યારે ઇઝરાયલના લોકો બહાર આવ્યા અને ત્રીજા દિવસે તેઓના નગરોમાં પહોંચી ગયા. તેઓનાં નગરો ગિબ્યોન, કફીરા, બેરોથ અને કિર્યાથ-યારીમ હતાં.
18 ઇઝરાયલના લોકોએ તેઓની ઉપર હુમલો કર્યો કે મારી નાખ્યા નહિ કેમ કે તેઓના આગેવાનોએ ઇઝરાયલના પ્રભુ, યહોવા આગળ તેઓ વિષે સમ લીધાં હતા. તેથી બધા ઇઝરાયલીઓએ પોતાના આગેવાનો વિરુદ્ધ કચકચ કરી.
19 પણ સર્વ આગેવાનોએ લોકોના સમુદાયને કહ્યું, “ઇઝરાયલના પ્રભુ, યહોવાહનાં સમ તેઓને લક્ષમાં રાખીને લીધાં છે અને હવે અમે તેઓને આંગળી પણ અડકાડી શકીએ નહિ.
20 અમે તેઓની સાથે જે કરીશું તે આ છે આપણે તેઓના સમ લીધાં છે તેના કારણે આપણી પર આવનાર કોપથી દૂર રહેવા, આપણે તેઓને જીવતા રહેવા દઈશું.”
21 આગેવાનોએ તેમના લોકોને કહ્યું, “એક શરતે તેઓને જીવતા રહેવા દો.” જેથી જેમ આગેવાનોએ તેઓના વિષે કહ્યું હતું તેમ, ગિબ્યોનીઓ ઇઝરાયલીઓ માટે લાકડાં કાપનારા અને પાણી ભરનારા થાય.”
22 યહોશુઆએ તેઓને બોલાવીને કહ્યું કે, જયારે તમે અહીંયાં અમારી વચ્ચે રહો છો તેમ છતાં 'અમે તમારાથી ઘણાં દૂર છીએ' કહીને તમે અમને કેમ છેતર્યા?
23 હવે, આ કારણથી, તમે શાપિત થયા છો અને તમારામાંના કેટલાક, જેઓ મારા યહોવાહનાં ઘર માટે લાકડાં કાપે છે અને પાણી ભરે છે તેઓ સદાને માટે ગુલામ થશે.”
યહોશુઆ 9 in ગુજરાતી બાઇબલ