Text copied!
Bibles in Gujarati

યહોશુઆ 19:34-42 in Gujarati

Help us?

યહોશુઆ 19:34-42 in ગુજરાતી બાઇબલ

34 તે સીમા પશ્ચિમ તરફ વળીને આઝનોથ-તાબોર અને હુક્કોક સુધી ગઈ; દક્ષિણમાં ઝબુલોન, પશ્ચિમમાં આશેર, પૂર્વમાં યર્દન પાસે યહૂદા સુધી પહોંચી.
35 તેઓનાં કોટવાળા નગરો આ હતાં; સિદ્દીમ, સેર, હમ્માથ, રાક્કાથ, કિન્નેરેથ,
36 અદામા, રામા, હાસોર,
37 કેદેશ, એડ્રેઇ, એન-હાસોર,
38 ઈરોન, મિગ્દાલેલ, હોરેમ, બેથ-અનાથ તથા બેથ-શેમેશ. તેઓનાં ગામો સહિત આ કુલ ઓગણીસ નગરો હતાં.
39 આ નફતાલીના કુળનો વારસો હતો, તે તેમના કુટુંબોને નગરો અને ગામો સહિત આપવામાં આવ્યો હતો.
40 સાતમી ચિઠ્ઠી દાનના કુળના નામની નીકળી. અને તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી.
41 તેઓના વારસાના વિસ્તારમાં શોરા, એશ્તાઓલ, ઈર-શેમેશ,
42 શાલાબ્બીન, આયાલોન તથા યિથ્લાનો સમાવેશ થતો હતો.
યહોશુઆ 19 in ગુજરાતી બાઇબલ