Text copied!
Bibles in Gujarati

યહોશુઆ 19:24-35 in Gujarati

Help us?

યહોશુઆ 19:24-35 in ગુજરાતી બાઇબલ

24 પાંચમી ચિઠ્ઠી આશેરના કુળની હતી. તે પ્રમાણે તેઓના કુટુંબને જમીન આપવામાં આવી.
25 તેઓના પ્રદેશમાં હેલ્કાથ, હલી, બેટેન તથા આખ્શાફ
26 અલ્લામેલેખ, આમાદ તથા મિશાલ. તે સીમા પશ્ચિમમાં કાર્મેલ તથા શીહોર-લિબ્નાથ સુધી વિસ્તરેલી હતી.
27 પછી તે પૂર્વ દિશાએથી વળીને બેથ-દાગોન અને ઝબુલોન સુધી ગઈ, યફતાએલની ખીણની ઉત્તરે બેથ-એમેક તથા નેઈએલ સુધી પહોંચી, પછી તે ત્યાંથી ઉત્તર તરફ કાબૂલ સુધી પહોંચી.
28 પછી તે એબ્રોન, રહોબ, હામ્મોન, કાના એટલે મોટા સિદોન સુધી ગઈ.
29 તે સરહદ પાછી વળીને રામા અને કોટવાળા નગર તૂર સુધી ગઈ. પછી તે સીમા વળીને હોસામાં ગઈ અને તેનો છેડો આખ્ઝીબના પ્રદેશની પાસે, સમુદ્ર સુધી આવ્યો,
30 ઉમ્મા, અફેક તથા રહોબ. તેઓનાં ગામો સહિત આ કુલ બાવીસ નગરો હતાં.
31 આ આશેર કુળનો વારસો હતો, તે તેઓના કુળને તેમનાં ગામો અને નગરો સહિત આપવામાં આવ્યો હતો.
32 છઠ્ઠી ચિઠ્ઠી નફ્તાલીના કુળની હતી અને તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી હતી.
33 તેઓની સીમા હેલેફ, સાનાન્નીમમાંના એલોન વૃક્ષની બાજુથી, અદામી-નેકેબ, યાબ્નેલ, ત્યાંથી લાક્કૂમ સુધી ગઈ; યર્દન આગળ તેની સીમાનો અંત આવ્યો.
34 તે સીમા પશ્ચિમ તરફ વળીને આઝનોથ-તાબોર અને હુક્કોક સુધી ગઈ; દક્ષિણમાં ઝબુલોન, પશ્ચિમમાં આશેર, પૂર્વમાં યર્દન પાસે યહૂદા સુધી પહોંચી.
35 તેઓનાં કોટવાળા નગરો આ હતાં; સિદ્દીમ, સેર, હમ્માથ, રાક્કાથ, કિન્નેરેથ,
યહોશુઆ 19 in ગુજરાતી બાઇબલ