Text copied!
Bibles in Gujarati

યહોશુઆ 15:17-34 in Gujarati

Help us?

યહોશુઆ 15:17-34 in ગુજરાતી બાઇબલ

17 કાલેબના ભાઈ કનાઝના દીકરા ઓથ્નીએલે કિર્યાથ-સેફેર જીતી લીધું. તેથી કાલેબે તેની દીકરી આખ્સાહનાં લગ્ન તેની સાથે કરાવ્યાં.
18 જયારે આખ્સાહ ઓથ્નીએલ પાસે આવી, ત્યારે એમ થયું કે, તેણે તેને તેના પિતા પાસેથી ખેતર માગવાની વિનંતી કરી. અને આખ્સા તેના જાનવર પરથી ઊતરી. અને કાલેબે તેને કહ્યું કે, “તારે શું જોઈએ છે?”
19 આખ્સાહએ ઉત્તર આપ્યો, “મારા પર વિશેષ કરીને કૃપા કર. તેં મને નેગેબની જમીન તો આપી જ છે, પાણીના થોડા ઝરા પણ મને આપ.” અને કાલેબે તેને ઉપરના ભાગના અને નીચાણના ભાગના ઝરા આપ્યાં.
20 આ યહૂદાપુત્રોના કુળનું વતન તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે.
21 અને નેગેબમાં અદોમની સરહદની તરફ યહૂદાપુત્રોના કુળનાં છેવાડાં નગરો કાબ્સએલ, એદેર તથા યાગૂર,
22 કિના, દીમોના, આદાદા,
23 કેદેશ, હાસોર, પિથ્નાન,
24 ઝીફ, ટેલેમ, બેઆલોથ;
25 હાસોર-હદાત્તા, કરીયોથ-હેસ્રોન (એટલે હાસોર),
26 અમામ, શેમા, મોલાદા,
27 હસાર-ગાદ્દાહ, શ્હેમોન, બેથ-પેલેટ,
28 હસાર-શૂઆલ, બેર-શેબા, બિઝયોથ્યા.
29 બાલા, ઈયીમ તથા એસેમ,
30 એલ્તોલાદ, કસીલ તથા હોર્મા,
31 સિકલાગ, માદમાન્ના તથા સાન્સાન્ના,
32 લબાઓથ, શિલ્હીમ, આઈન અને રિમ્મોન. તેઓના તાબાના ગામો સહિત કુલ ઓગણત્રીસ નગરો હતાં.
33 પશ્ચિમ તરફના નીચાણના પર્વતીય પ્રદેશમાં, એશ્તાઓલ, સોરા તથા આશના;
34 ઝાનોઆ, એન-ગાન્નીમ, તાપ્પૂઆ તથા એનામ,
યહોશુઆ 15 in ગુજરાતી બાઇબલ