Text copied!
Bibles in Gujarati

યહોશુઆ 15:10-33 in Gujarati

Help us?

યહોશુઆ 15:10-33 in ગુજરાતી બાઇબલ

10 પછી તે સરહદ ત્યાંથી વળીને પશ્ચિમ તરફ બાલાથી સેઈર પર્વત સુધી ગઈ, પછી આગળ વધીને ઉત્તર તરફ યારીમ પર્વતની (એટલે કસાલોન) ની બાજુથી પસાર થઈ અને બેથ-શેમેશ સુધી નીચે થઈને તિમ્નાથી પસાર થઈને આગળ વધી.
11 તે સરહદ ઉત્તર તરફ એક્રોનની બાજુએ ગઈ, પછી શિક્કરોનથી વળીને, બાલા પર્વતથી પસાર થઈને યાબ્નએલ સુધી ગઈ. તે સરહદનો અંત સમુદ્ર પાસે આવ્યો.
12 પશ્ચિમી સરહદ મોટા સમુદ્ર તથા તેના કિનારા સુધી હતી. આ યહૂદાના કુળની તેમનાં કુટુંબો પ્રમાણે ચારેબાજુની સરહદ હતી.
13 યહોશુઆએ યહોવાહની આજ્ઞાનું પાલન કર્યું, તેણે યફૂન્નેના દીકરા કાલેબને યહૂદા કુળની વચ્ચે જમીન સોંપી, કિર્યાથ-આર્બા, જે હેબ્રોન છે તે આપ્યું, આર્બા આનાકનો પિતા હતો.
14 અને કાલેબે અનાકના વંશનાં ત્રણ કુળોને એટલે શેશાય, અહીમાન તથા તાલ્માય જે અનાકના પુત્રો હતા તેઓને ત્યાંથી કાઢી મૂક્યા.
15 તેણે ત્યાંથી દબીરના રહેવાસીઓ પર ચઢાઈ કરી. દબીરનું નામ તો પૂર્વે કિર્યાથ-સેફેર હતું.
16 કાલેબે કહ્યું, “જે કોઈ માણસ કિર્યાથ-સેફેર પર હુમલો કરશે અને તેને કબજે કરશે, તેને હું મારી દીકરી આખ્સાહ સાથે પરણાવીશ.”
17 કાલેબના ભાઈ કનાઝના દીકરા ઓથ્નીએલે કિર્યાથ-સેફેર જીતી લીધું. તેથી કાલેબે તેની દીકરી આખ્સાહનાં લગ્ન તેની સાથે કરાવ્યાં.
18 જયારે આખ્સાહ ઓથ્નીએલ પાસે આવી, ત્યારે એમ થયું કે, તેણે તેને તેના પિતા પાસેથી ખેતર માગવાની વિનંતી કરી. અને આખ્સા તેના જાનવર પરથી ઊતરી. અને કાલેબે તેને કહ્યું કે, “તારે શું જોઈએ છે?”
19 આખ્સાહએ ઉત્તર આપ્યો, “મારા પર વિશેષ કરીને કૃપા કર. તેં મને નેગેબની જમીન તો આપી જ છે, પાણીના થોડા ઝરા પણ મને આપ.” અને કાલેબે તેને ઉપરના ભાગના અને નીચાણના ભાગના ઝરા આપ્યાં.
20 આ યહૂદાપુત્રોના કુળનું વતન તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે.
21 અને નેગેબમાં અદોમની સરહદની તરફ યહૂદાપુત્રોના કુળનાં છેવાડાં નગરો કાબ્સએલ, એદેર તથા યાગૂર,
22 કિના, દીમોના, આદાદા,
23 કેદેશ, હાસોર, પિથ્નાન,
24 ઝીફ, ટેલેમ, બેઆલોથ;
25 હાસોર-હદાત્તા, કરીયોથ-હેસ્રોન (એટલે હાસોર),
26 અમામ, શેમા, મોલાદા,
27 હસાર-ગાદ્દાહ, શ્હેમોન, બેથ-પેલેટ,
28 હસાર-શૂઆલ, બેર-શેબા, બિઝયોથ્યા.
29 બાલા, ઈયીમ તથા એસેમ,
30 એલ્તોલાદ, કસીલ તથા હોર્મા,
31 સિકલાગ, માદમાન્ના તથા સાન્સાન્ના,
32 લબાઓથ, શિલ્હીમ, આઈન અને રિમ્મોન. તેઓના તાબાના ગામો સહિત કુલ ઓગણત્રીસ નગરો હતાં.
33 પશ્ચિમ તરફના નીચાણના પર્વતીય પ્રદેશમાં, એશ્તાઓલ, સોરા તથા આશના;
યહોશુઆ 15 in ગુજરાતી બાઇબલ