Text copied!
Bibles in Gujarati

યહોશુઆ 13:20-30 in Gujarati

Help us?

યહોશુઆ 13:20-30 in ગુજરાતી બાઇબલ

20 બેથ-પેઓર, પિસ્ગાહના ઢોળાવ, બેથ-યશીમોથ,
21 સપાટ પ્રદેશનાં સર્વ નગરો, અમોરીઓના રાજા સિહોનનું આખું રાજ્ય; તે હેશ્બોનમાં રાજ કરતો હતો જેને મૂસાએ માર્યો હતો. અને તે દેશમાં રહેનારા મિદ્યાનના આગેવાનો સાથે, અવી, રેકેમ, સૂર, હૂર, તથા રેબાના શાસકોને અને સિહોનના રાજકુમારોને માર્યા હતા.
22 જેઓને ઇઝરાયલી લોકોએ માર્યા, તેઓમાં બયોરના દીકરા બલામ શકુન જોનારને પણ તેઓએ તરવારથી મારી નાખ્યો.
23 યર્દન નદી તથા તેનો કાંઠો એ રુબેનીઓના કુળની સરહદ હતી; આ રુબેનીઓના વતનનાં નગરો તથા ગામો તેઓનાં કુટુંબ પ્રમાણે એ છે.
24 અને આ મૂસાએ ગાદનાં કુળને એટલે ગાદપુત્રોને તેના કુટુંબ પ્રમાણે આપ્યો હતો.
25 આ તેમનો વિસ્તાર હતો એટલે યાઝેર તથા ગિલ્યાદના સઘળાં નગરો તથા આમ્મોનીઓનો અડધો દેશ, જે અરોએર સુધી રાબ્બાની પૂર્વમાં છે.
26 અને હેશ્બોનથી તે રામાથ-મિસ્પા અને બટોનીમ સુધી, માહનાઇમથી તે દબીરના પ્રદેશ સુધી.
27 અને ખીણમાં, બેથ-હારામ તથા બેથ-નિમ્રા, સુક્કોથ, અને સાફોન, એટલે હેશ્બોનના રાજા સિહોનનું બાકી રહેલું રાજ્ય, યર્દનનો કિનારો, યર્દન પાર પૂર્વમાં કિન્નેરોથ સમુદ્રના છેડા સુધી મૂસાએ તેઓને આપ્યાં.
28 ગાદપુત્રોના વતનનાં નગરો તથા ગામો તેઓના કુટુંબો પ્રમાણે એ છે.
29 મૂસાએ મનાશ્શાના અડધા કુળને વારસો આપ્યો. તે મનાશ્શાના લોકોના અડધા કુળને, એક એકને તેમના કુળ પ્રમાણે વારસો આપ્યો.
30 તેઓનો પ્રદેશ માહનાઇમથી હતો, એટલે આખો બાશાન, બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય અને બાશાનમાં યાઈરનાં સર્વ નગરો, એટલે સાઠ નગરો,
યહોશુઆ 13 in ગુજરાતી બાઇબલ