Text copied!
Bibles in Gujarati

માર્ક 8:24-32 in Gujarati

Help us?

માર્ક 8:24-32 in ગુજરાતી બાઇબલ

24 ઊંચું જોઈને તેણે કહ્યું કે, 'હું માણસોને જોઉં છું; તેઓ ચાલતા વૃક્ષ જેવા દેખાય છે'.
25 પછી ઈસુએ ફરી તેની આંખો પર હાથ મૂક્યો. ત્યારે તેણે એક નજરે જોયું, તે સાજો થયો અને સઘળું સ્પષ્ટ રીતે જોતો થયો.
26 ઈસુએ તેને ઘરે મોકલતાં કહ્યું કે, 'ગામમાં પણ જઈશ નહિ.'
27 ઈસુ તથા તેમના શિષ્યો કાઈસારિયા ફિલિપ્પીના ગામોમાં ગયા; અને માર્ગમાં તેમણે પોતાના શિષ્યોને પૂછ્યું કે 'હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?'
28 તેઓએ ઈસુને કહ્યું કે, 'કોઈ કહે છે કે તમે બાપ્તિસ્મા કરનાર યોહાન છો; અને કોઈ કહે છે કે તમે એલિયા છો, વળી કોઈ એવું કહે છે કે 'તમે પ્રબોધકોમાંના એક છો.'
29 ઈસુએ તેઓને પૂછ્યું, 'પણ હું કોણ છું, એ વિષે તમે શું કહો છો?' પિતરે જવાબ આપતાં તેમને કહ્યું કે, 'તમે તો ખ્રિસ્ત છો.'
30 તેમણે તેઓને તાકીદ કરી કે, 'મારે વિષે તમારે કોઈને કશું કહેવું નહિ.'
31 ઈસુ તેઓને શીખવવા લાગ્યા કે, 'માણસના દીકરાએ ઘણું સહેવું, અને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, માર્યા જવું અને ત્રણ દિવસ પછી પાછા ઊઠવું એ જરૂરી છે.'
32 ઈસુ એ વાત ઉઘાડી રીતે બોલ્યા. પછી પિતર તેમને એક બાજુએ લઈને તેમને ઠપકો આપવા લાગ્યો;
માર્ક 8 in ગુજરાતી બાઇબલ