Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 8:18-23 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 8:18-23 in ગુજરાતી બાઇબલ

18 હવે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા પમાય છે, એ જોઈને સિમોને તેઓને પૈસા આપવા માંડ્યા.
19 તેણે કહ્યું કે, તમે મને પણ એ અધિકાર આપો કે જેનાં પર હું હાથ મૂકું તે પવિત્ર આત્મા પામે.
20 પણ પિતરે તેને કહ્યું કે, ઈશ્વરનું દાન પૈસાથી વેચાતું લેવાનું તેં વિચાર્યું માટે તારા પૈસા તારી સાથે નાશ પામો.
21 આ બાબતમાં તારે કશી લેવા દેવા નથી. કારણ કે તારું અંતઃકરણ ઈશ્વરની આગળ પ્રમાણિક નથી.
22 માટે તારી આ દુષ્ટતાનો પસ્તાવો કર, અને પ્રભુને પ્રાર્થના કર કે, કદાચ તારા અંતઃકરણના વિચાર તને માફ થાય.
23 કેમ કે હું જોઉં છું કે તું કડવાશમાં અને પાપના બંધનમાં છે.
પ્રેરિતોનાં કૃત્યો 8 in ગુજરાતી બાઇબલ