Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 7:19-23 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 7:19-23 in ગુજરાતી બાઇબલ

19 તેણે આપણા લોકોની સાથે કપટ કરીને આપણા પૂર્વજોને દુઃખ દીધું, એટલે તેઓનાં બાળકો જીવે નહિ માટે, તેઓને તેમની પાસે નાખી દેવડાવ્યાં.
20 તે અરસામાં મૂસાનો જન્મ થયો, તે ઈશ્વર સમક્ષ ઘણો સુંદર હતો; પોતાના પિતાના ઘરમાં ત્રણ મહિના સુધી તેનું પાલન થયું;
21 પછી તેને નદીમાં તજી દેવાયો. ત્યારે ફારુનની દીકરીએ તેને અપનાવી લીધો. પોતાના દીકરા તરીકે તેનો ઉછેર કર્યો.
22 મૂસાને મિસરીઓની સર્વ વિદ્યા શીખવવામાં આવી હતી; તે બોલવામાં બાહોશ તથા કાર્ય કરવામાં પરાક્રમી હતા.
23 પણ તે લગભગ ચાળીસ વર્ષનો થયો ત્યારે તેને પોતાના ઇઝરાયલી ભાઈઓને મળવાનું મન થયું.
પ્રેરિતોનાં કૃત્યો 7 in ગુજરાતી બાઇબલ