Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 21:12-17 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 21:12-17 in ગુજરાતી બાઇબલ

12 અમે એ સાંભળ્યું, ત્યારે અમે તથા ત્યાંના લોકોએ પણ તેને યરુશાલેમ ન જવાની વિનંતી કરી.
13 ત્યારે પાઉલે ઉત્તર દીધો કે, તમે શા માટે રડો છો, અને મારું હૃદય દુ:ખવો છો? હું તો એકલો બંધાવાને નહિ, પણ પ્રભુ ઈસુના નામને સારુ યરુશાલેમમાં મરવાને પણ તૈયાર છું.
14 જયારે તેણે માન્યું નહિ, ત્યારે 'પ્રભુની ઇચ્છા પ્રમાણે થાઓ,' એવું કહીને અમે શાંત રહ્યા.
15 તે દિવસો પછી અમે અમારો સામાન લઈને યરુશાલેમ ગયા.
16 શિષ્યોમાંના કેટલાક કાઈસારિયામાંથી અમારી સાથે આવ્યા, અને સાયપ્રસના મનાસોન નામના એક જૂના શિષ્યના ઘરે, જ્યાં અમારે રોકવાનું હતું, તેને ત્યાં તેઓએ અમને પહોંચાડ્યા.
17 અમે યરુશાલેમ આવ્યા ત્યારે ભાઈઓએ આનંદથી અમારો આવકાર કર્યો.
પ્રેરિતોનાં કૃત્યો 21 in ગુજરાતી બાઇબલ