Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 18:3-11 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 18:3-11 in ગુજરાતી બાઇબલ

3 પાઉલ તેઓના જેવો જ વ્યવસાય કરતો હતો, માટે તે તેઓને ઘરે રહ્યો, અને તેઓ સાથે કામ કરતા હતા; કેમ કે તેઓનો વ્યવસાય પણ તંબુ બનાવવાનો તંબુ ના કપડાં વણવાનો હતો.
4 દરેક વિશ્રામવારે પાઉલ સભાસ્થાનમાં વાતચીત કરતો, યહૂદીઓને તથા ગ્રીકોને વચનમાંથી સમજાવતો હતો.
5 પણ જયારે સિલાસ તથા તિમોથી મકદોનિયાથી આવ્યા, ત્યારે પાઉલે ઉત્સાહથી ઈસુની વાત પ્રગટ કરતા યહૂદીઓને સાક્ષી આપી કે, 'ઈસુ તે જ ખ્રિસ્ત છે.'
6 પણ યહૂદીઓ તેની વિરુદ્ધ થઈને તેનું અપમાન કરવા લાગ્યા ત્યારે પાઉલે પોતાના વસ્ત્ર ખંખેરીને તેઓને કહ્યું કે, તમારું લોહી તમારે માથે; હું તો નિર્દોષ છું, હવેથી હું બિનયહૂદીઓ પાસે જઈશ.
7 પછી ત્યાંથી જઈને તે તિતસ યુસ્તસ નામે એક ઈશ્વરભક્ત હતો તેને ઘરે ગયો; તેનું ઘર સભાસ્થાનની તદ્દન પાસે હતું.
8 અને સભાસ્થાનનાં આગેવાન ક્રિસ્પસે અને તેના ઘરના માણસોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો; અને ઘણાં કરિંથીઓએ પણ વચન સાંભળીને વિશ્વાસ કર્યો, અને તેઓ બાપ્તિસ્મા પામ્યા.
9 પ્રભુએ રાત્રે પાઉલને દર્શનમાં કહ્યું કે, તું બીશ નહીં, પણ બોલજે, શાંત ન રહેતો;
10 કેમ કે હું તારી સાથે છું, અને તને ઈજા થાય એવો હુમલો કોઈ તારા પર કરશે નહિ, કારણ કે આ શહેરમાં મારા ઘણાં લોક છે.
11 તે પાઉલ તેઓને ઈશ્વરના વચનોનો બોધ કરતો રહીને દોઢ વરસ સુધી ત્યાં રહ્યો.
પ્રેરિતોનાં કૃત્યો 18 in ગુજરાતી બાઇબલ