Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 18:10-21 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 18:10-21 in ગુજરાતી બાઇબલ

10 કેમ કે હું તારી સાથે છું, અને તને ઈજા થાય એવો હુમલો કોઈ તારા પર કરશે નહિ, કારણ કે આ શહેરમાં મારા ઘણાં લોક છે.
11 તે પાઉલ તેઓને ઈશ્વરના વચનોનો બોધ કરતો રહીને દોઢ વરસ સુધી ત્યાં રહ્યો.
12 પણ ગાલિયો અખાયાનો અધિકારી હતો, ત્યારે યહૂદીઓ સંપ કરીને પાઉલની સામે ઊભા થયા, અને તેઓએ તેને પાઉલને ન્યાયાસન આગળ લાવીને કહ્યું કે,
13 આ માણસ ઈશ્વરનું ભજન નિયમશાસ્ત્રથી વિપરીત રીતે કરવાનું લોકોને સમજાવે છે.
14 પાઉલ બોલવા જતો હતો, એટલામાં ગાલિયોએ યહૂદીઓને કહ્યું કે, 'ઓ યહૂદીઓ. જો અન્યાયની અથવા ગુનાની વાત હોત, તો તમારું સાંભળવું વાજબી ગણાત;
15 પણ જો શબ્દો, નામો, અથવા તમારા પોતાના નિયમશાસ્ત્ર વિષેની એ તકરાર હોય તો, તમે પોતે તે વિષે ન્યાય કરો, કેમ કે એવી વાતોનો ન્યાય ચૂકવવા હું ઇચ્છતો નથી.'
16 એમ કહીને તેણે તેઓને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા.
17 ત્યારે તેઓ સર્વએ સભાસ્થાનનાં આગેવાન સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર માર્યો, પણ ગાલિયોએ તે વાત વિષે કંઈ પરવા કરી નહિ.
18 ત્યાર પછી ઘણાં દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઈઓથી વિદાય લીધી, અને પ્રિસ્કીલા તથા અકુલાની સાથે વહાણમાં બેસીને સિરિયા જવા ઊપડ્યો; તે પહેલાં તેણે કેખ્રિયામાં પોતાના વાળ ઉતારી નાખ્યાં, કેમ કે પાઉલે શપથ લીધી હતી.
19 તેઓ એફેસસમાં પહોંચ્યાં ત્યારે તેણે પાઉલે તેઓને ત્યાં મૂક્યાં, ને પોતે સભાસ્થાનમાં જઈને યહૂદીઓની સાથે વાદવિવાદ કર્યો.
20 પોતાની સાથે વધારે સમય રહેવાની તેઓએ તેને વિનંતી કરી, પણ તેણે માન્યું નહિ.
21 પણ ઈશ્વરની ઇચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ, એમ કહીને તેણે તેઓથી વિદાય લીધી, અને એફેસસથી જવા સારુ વહાણમાં બેઠો.
પ્રેરિતોનાં કૃત્યો 18 in ગુજરાતી બાઇબલ