Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 17:3-10 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 17:3-10 in ગુજરાતી બાઇબલ

3 પાઉલે તેઓને ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે ખ્રિસ્તે સહેવું, મરણ પામેલાઓમાંથી પાછા ઊઠવું એ જરૂરનું હતું, અને એવું પણ કહ્યું કે જે ઈસુને હું તમારી આગળ પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે.
4 ત્યારે તેઓમાંના કેટલાક તથા ધાર્મિક ગ્રીકોમાંના ઘણાં લોકો, તથા ઘણી પ્રતિષ્ઠિત સ્ત્રીઓએ વાત સ્વીકારી પાઉલ તથા સિલાસની સંગતમાં જોડાયાં.
5 પણ યહૂદીઓએ અદેખાઇ રાખીને ચોકમાંના કેટલાક દુષ્કર્મીઓને સાથે લીધા, ભીડ જમાવીને આખા શહેરને ખળભળાવી મૂક્યું, યાસોનના ઘર પર હુમલો કરીને તેઓને લોકો આગળ બહાર કાઢી લાવવાનો પ્રયત્ન કર્યો.
6 પણ પાઉલ અને સિલાસ તેઓને મળ્યા નહિ ત્યારે યાસોનને તથા કેટલાક ભાઈઓને શહેરના અધિકારીઓ પાસે ખેંચી જઈને તેઓએ બૂમ પાડી કે, 'આ લોક કે જેઓએ દુનિયાને ઉથલપાથલ કરી છે તેઓ અહીં પણ આવ્યા છે.
7 યાસોને પાઉલ અને સિલાસને પોતાના ઘરમાં રાખ્યા છે; અને તેઓ સર્વ કાઈસારના ફરમાનની વિરુદ્ધ થઈને કહે છે કે, ઈસુ નામે બીજો એક રાજા છે.'
8 તેઓની એ વાતો સાંભળીને લોકો તથા શહેરના અધિકારીઓ ગભરાયા.
9 ત્યારે તેઓએ યાસોનને તથા બીજાઓને જામીન પર છોડી દીધાં.
10 પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને તરત બૈરિયામાં મોકલી દીધાં; અને તેઓ ત્યાં પહોંચીને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા.
પ્રેરિતોનાં કૃત્યો 17 in ગુજરાતી બાઇબલ