Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 17:2-6 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 17:2-6 in ગુજરાતી બાઇબલ

2 પાઉલ પોતાની રીત પ્રમાણે તેઓની સભામાં ગયો, ત્રણ વિશ્રામવારે તેણે પવિત્રશાસ્ત્રને આધારે તેઓની સાથે વાદવિવાદ કર્યો,
3 પાઉલે તેઓને ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે ખ્રિસ્તે સહેવું, મરણ પામેલાઓમાંથી પાછા ઊઠવું એ જરૂરનું હતું, અને એવું પણ કહ્યું કે જે ઈસુને હું તમારી આગળ પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે.
4 ત્યારે તેઓમાંના કેટલાક તથા ધાર્મિક ગ્રીકોમાંના ઘણાં લોકો, તથા ઘણી પ્રતિષ્ઠિત સ્ત્રીઓએ વાત સ્વીકારી પાઉલ તથા સિલાસની સંગતમાં જોડાયાં.
5 પણ યહૂદીઓએ અદેખાઇ રાખીને ચોકમાંના કેટલાક દુષ્કર્મીઓને સાથે લીધા, ભીડ જમાવીને આખા શહેરને ખળભળાવી મૂક્યું, યાસોનના ઘર પર હુમલો કરીને તેઓને લોકો આગળ બહાર કાઢી લાવવાનો પ્રયત્ન કર્યો.
6 પણ પાઉલ અને સિલાસ તેઓને મળ્યા નહિ ત્યારે યાસોનને તથા કેટલાક ભાઈઓને શહેરના અધિકારીઓ પાસે ખેંચી જઈને તેઓએ બૂમ પાડી કે, 'આ લોક કે જેઓએ દુનિયાને ઉથલપાથલ કરી છે તેઓ અહીં પણ આવ્યા છે.
પ્રેરિતોનાં કૃત્યો 17 in ગુજરાતી બાઇબલ