40 માટે સાવધાન રહો, રખેને પ્રબોધકોના લેખમાંનું આ વચન તમારા ઉપર આવી પડે કે,
41 'ઓ તિરસ્કાર કરનારાઓ, તમે જુઓ, અને આશ્ચર્ય અનુભવો અને નાશ પામો; કેમ કે તમારા દિવસોમાં હું એવું કાર્ય કરવાનો છું કે, તે વિષે કોઈ તમને કહે, તો તમે તે માનશો જ નહિ.'
42 અને તેઓ ભક્તિસ્થાનમાંથી બહાર આવતા હતા ત્યારે લોકોએ વિનંતી કરી કે, 'આવતા વિશ્રામવારે એ વચનો ફરીથી અમને કહી સંભળાવજો'.
43 સભાનું વિસર્જન થયા પછી યહૂદીઓ તથા નવા યહૂદી થયેલા ભક્તિમય માણસોમાંના ઘણાં પાઉલ તથા બાર્નાબાસની પાછળ ગયા; તેઓએ તેઓની સાથે વાત કરી, અને તેમને સમજાવ્યું કે ઈશ્વરની કૃપામાં ટકી રહેવું.
44 બીજે વિશ્રામવારે લગભગ આખું શહેર ઈશ્વરનું વચન સાંભળવા ભેગું થયું.
45 પણ લોકોની ભીડ જોઈને યહૂદીઓને અદેખાઇ આવી. તેઓએ પાઉલની કહેલી વાતોની વિરુદ્ધ બોલીને તેનું અપમાન કર્યું.
46 ત્યારે પાઉલે તથા બાર્નાબાસે હિંમતથી કહ્યું કે, 'ઈશ્વરનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી. પણ તમે તેનો નકાર કરો છો અને અનંતજીવન પામવાને પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે, જુઓ, અમે બિનયહૂદીઓ તરફ ફરીએ છીએ.
47 કેમ કે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે, “મેં તમને બિનયહૂદીઓને સારુ અજવાળા તરીકે ઠરાવ્યાં છે કે તમે પૃથ્વીના અંતભાગ સુધી ઉદ્ધાર સિદ્ધ કરનારા થાઓ.”
48 એ સાંભળીને બિનયહૂદીઓએ ખુશ થઈને ઈશ્વરનું વચન મહિમાવાન માન્યું; અને અનંતજીવનને સારુ જેટલાં નિર્માણ કરાયેલા હતા તેટલાંએ વિશ્વાસ કર્યો.
49 તે આખા પ્રદેશમાં પ્રભુની વાત ફેલાઈ ગઈ.
50 પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીન મહિલાઓને, તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને તેઓને કાઢી મૂક્યા.
51 પણ પોતાના પગની ધૂળ તેઓની વિરુદ્ધ ખંખેરીને તેઓ ઈકોનિયમ ગયા.
52 શિષ્યો આનંદથી તથા પવિત્ર આત્માથી ભરપૂર હતા.