Text copied!
Bibles in Gujarati

ન્યાયાધીશો 5:11-25 in Gujarati

Help us?

ન્યાયાધીશો 5:11-25 in ગુજરાતી બાઇબલ

11 તીરંદાજોના અવાજથી દૂર, પાણી ભરવાની જગ્યાઓમાં, ત્યાં તેઓ ફરીથી ઈશ્વરના ન્યાયકૃત્યો અને ઇઝરાયલમાં તેમના રાજ્યનાં ન્યાયકૃત્યો, પ્રગટ કરશે. “ત્યારે ઈશ્વરના લોકો શહેરના ભાગળો પાસે આવ્યા.
12 જાગ, જાગ, હે દબોરા; જાગ, જાગ, ગીત ગા! હે બારાક, તું ઊઠ અને હે અબીનોઆમના દીકરા, તને ગુલામ બનાવનારાઓને તું ગુલામ કરી લઈ જા.
13 પછી અમીરોમાંથી તથા લોકોમાંથી બચેલા આવ્યા; ઈશ્વર મારે માટે પરાક્રમીઓની વિરુદ્ધ ઊતરી આવ્યા.
14 તેઓ એફ્રાઇમમાંથી ઊતરી આવ્યા; જેઓની જડ અમાલેકમાં છે; તારી પાછળ, તારા લોકોમાં બિન્યામીન આવ્યો; માખીરમાંથી અધિકારીઓ અને ઝબુલોનમાંથી અમલદારની છડી ધારણ કરનાર ઊતરી આવ્યા.
15 અને ઇસ્સાખારના સરદારો દબોરાની સાથે હતા; ઇસ્સાખાર હતો તેવો જ બારાક પણ હતો; તેની આજ્ઞાથી તેના પગ પાછળ તેઓ ખીણમાં ઘસી ગયા. રુબેનની ખીણ પાસે તેઓએ લાંબી મસલત કરી.
16 ટોળાંને બોલાવવાના વાંસળીના નાદ સાંભળવાને તું શા માટે ઘેટાંના વાડામાં બેઠો? રુબેનની ખીણ પાસે લાંબી વિચારણા થઈ.
17 ગિલ્યાદ યર્દનને પેલે પાર રહ્યો; અને દાન કેમ તે વહાણોમાં રહ્યો? આશેર સમુદ્રને કાંઠે શાંત બેસી રહ્યો અને પોતાની ખાડીઓની પાસે રહ્યો.
18 ઝબુલોનની પ્રજાએ તથા નફતાલીએ મેદાનનાં ઉચ્ચસ્થાનોમાં, પોતાના જીવોને મોત સુધી જોખમમાં નાખ્યા.
19 રાજાઓ આવીને લડ્યા, ત્યારે મગિદ્દોનાં પાણીની પાસેના તાનાખમાં, કનાનના રાજાઓએ યુદ્ધ કર્યું; તેઓએ ધનનો કંઈ લાભ લીધો નહિ.
20 આકાશમાંના તારાઓએ યુદ્ધ કર્યું, તારાઓએ પોતાની કક્ષામાં સીસરાની સામે યુદ્ધ કર્યું.
21 કીશોન નદી તેઓને ઘસડી લઈ ગઈ, એટલે પેલી પ્રાચીન નદી, કીશોન નદી. રે મારા જીવ, તું પરાક્રમી થા અને આગળ ચાલ!
22 ત્યારે કૂદવાથી, એટલે બળવાન ઘોડાઓનાં કૂદવાથી તેઓની ખરીઓના ધબકારા વાગ્યા.
23 ઈશ્વરના દૂતે કહ્યું, 'મેરોઝને શાપ દો!' 'તેના રહેવાસીઓને સખત શાપ દો; કેમ કે તેઓ ઈશ્વરની મદદે, એટલે બળવાનની વિરુદ્ધ ઈશ્વરની મદદે આવ્યા નહિ.'
24 હેબેર કેનીની પત્ની યાએલ અન્ય સ્ત્રીઓ કરતાં વધારે આશીર્વાદિત છે; તે તંબુમાંની સ્ત્રીઓ કરતાં તે વિશેષ આશીર્વાદિત છે.
25 તે માણસે પાણી માગ્યું, ત્યારે યાએલે તેને દૂધ આપ્યું; બહુ મૂલ્યવાન થાળીમાં તેને માટે તે માખણ લાવી.
ન્યાયાધીશો 5 in ગુજરાતી બાઇબલ