Text copied!
Bibles in Gujarati

ન્યાયાધીશો 20:7-18 in Gujarati

Help us?

ન્યાયાધીશો 20:7-18 in ગુજરાતી બાઇબલ

7 હવે સર્વ ઇઝરાયલીઓ, તમે જુઓ. વિચાર કરીને કહો કે હવે શું કરવું?''
8 સર્વ લોકો એક સાથે ઊભા થયા અને તેઓએ કહ્યું, “આપણામાંનો કોઈ પોતાના તંબુએ નહિ જશે અને કોઈ પાછો પોતાને ઘરે પણ જશે નહિ!
9 પણ હવે ગિબયાને આપણે આ પ્રમાણે કરવું જોઈએ આપણે ચિઠ્ઠી નાખીએ અને તે પ્રમાણે તેના પર હુમલો કરીએ.
10 આપણે ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી દર સો માણસોમાંથી દસ, હજાર માણસોમાંથી સો અને દસ હજારમાંથી હજાર માણસોને લડનારા લોકો માટે ખોરાકપાણી લાવવાનું કામ સોંપીએ, અને લડવૈયાઓ બિન્યામીનના ગિબયામાં જાય. અને ઇઝરાયલમાં જે દુષ્ટતા તેઓએ કરી છે તે પ્રમાણે તેઓને શિક્ષા કરે.
11 તેથી ઇઝરાયલના સર્વ સૈનિકો એકમતના થઈને નગરની વિરુદ્ધ એકત્ર થયા.
12 ઇઝરાયલનાં કુળોએ બિન્યામીનના કુળમાં માણસો મોકલીને કહાવ્યું, “આ કેવું દુષ્કર્મ તમારી મધ્યે થયું છે?
13 તેથી હવે, જે બલીયાલ પુત્રો ગિબયામાં છે તેઓને અમારા હાથમાં સોંપી દે. અમે તેઓને મારી નાખીને ઇઝરાયલમાંથી ભ્રષ્ટાચારને દૂર કરીશું.” પણ બિન્યામીનીઓએ પોતાના ભાઈઓનું, ઇઝરાયલનું કહેવું માન્યું નહિ.
14 પછી બિન્યામીનના લોકો ગિબયાનાં નગરોમાંથી ઇઝરાયલની સામે લડવાને બહાર આવ્યા.
15 બિન્યામીનના લોકોની સંખ્યા ચૂંટી કાઢેલા સાતસો પુરુષો ઉપરાંત જુદાં જુદાં નગરોમાંથી આવેલા છવ્વીસ હજાર પુરુષોની હતી. તેઓ તરવાર વડે લડનારા નિષ્ણાત લડવૈયા હતા.
16 આ સર્વ સૈનિકોમાં, ચુંટી કાઢેલા સાતસો ડાબોડી પુરુષો હતા; તેઓમાંનો પ્રત્યેક ગોફણથી એવો ગોળો મારતો કે તેનો પ્રહાર નિશ્ચિત નિશાન પર જ થતો હતો.
17 બિન્યામીનીઓ સિવાય ઇઝરાયલના જેઓ ચાર લાખ સૈનિકો હતા, તેઓ સર્વ લડવૈયાઓ તલવારબાજીમાં નિપુણ હતા.
18 ઇઝરાયલના લોકો ઈશ્વરની સલાહ પૂછવા માટે બેથેલ ગયા. તેઓએ પૂછ્યું, “બિન્યામીન લોકોની સામે યુદ્ધ કરવા સારુ અમારી તરફથી પહેલો કોણ ચઢાઈ કરે?” અને ઈશ્વરે કહ્યું, “યહૂદા પહેલો ચઢાઈ કરે.”
ન્યાયાધીશો 20 in ગુજરાતી બાઇબલ