Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 8:1-6 in Gujarati

Help us?

નીતિવચનો 8:1-6 in ગુજરાતી બાઇબલ

1 શું ડહાપણ હાંક મારતું નથી? અને બુદ્ધિ પોકારતી નથી?
2 તે રસ્તાઓના સંગમ આગળ, માર્ગની એકબાજુ ઊંચા ચબુતરાઓની ટોચ પર ઊભું રહે છે.
3 અને શહેરમાં પ્રવેશવાના દરવાજા આગળ, અને બારણામાં પેસવાની જગ્યાએ, તે મોટે અવાજે પોકારે છે:
4 “હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું મારું બોલવું પ્રત્યેક માણસને માટે છે.
5 હે અજ્ઞાની લોકો, શાણપણ શીખો અને હે મૂર્ખા તમે સમજણા થાઓ.
6 સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું અને જે સાચું છે તે જ બાબતો વિષે મારું મુખ ઊઘડશે.
નીતિવચનો 8 in ગુજરાતી બાઇબલ