Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 31:9-14 in Gujarati

Help us?

નીતિવચનો 31:9-14 in ગુજરાતી બાઇબલ

9 તારું મુખ ઉઘાડીને અદલ ઇનસાફ કર અને ગરીબ તથા દરિદ્રીને માન આપ.
10 સદગુણી પત્ની કોને મળે? કેમ કે તેનું મૂલ્ય તો રત્નો કરતાં વધારે છે.
11 તેનો પતિ તેના પર પૂરો વિશ્વાસ રાખે છે, અને તેને સંપત્તિની કોઈ ખોટ પડશે નહિ.
12 પોતાના આયુષ્યનાં સર્વ દિવસો પર્યંત , તે તેનું ભલું જ કરે છે અને કદી ખોટું કરતી નથી.
13 તે ઊન અને શણ ભેગું કરે છે, અને ખંતથી પોતાના હાથે કામ કરવામાં આનંદ માણે છે.
14 તે દૂરથી પોતાનું અન્ન લઈ આવનાર, વેપારીના વહાણ જેવી છે.
નીતિવચનો 31 in ગુજરાતી બાઇબલ