Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 14:10-15 in Gujarati

Help us?

નીતિવચનો 14:10-15 in ગુજરાતી બાઇબલ

10 અંતઃકરણ પોતે પોતાની વેદના જાણે છે, અને પારકો તેના આનંદમાં જોડાઈ શકતો નથી.
11 દુષ્ટનું ઘર પાયમાલ થશે, પણ પ્રામાણિકનો તંબુ સમૃદ્ધ રહેશે.
12 એક એવો માર્ગ છે જે માણસને ઠીક લાગે છે, પણ અંતે તેનું પરિણામ તો મરણનો માર્ગ નીવડે છે.
13 હસતી વેળાએ પણ હૃદય ખિન્ન હોય છે, અને હર્ષનો અંત શોક છે.
14 પાપી હૃદયવાળાએ પોતાના જ માર્ગનું ફળ ભોગવવું પડશે અને સારો માણસ પોતાનાં જ કર્મોનું ફળ માણે છે.
15 ભોળો માણસ બધું માની લે છે, પણ ચતુર માણસ પોતાની વર્તણૂક બરાબર તપાસે છે.
નીતિવચનો 14 in ગુજરાતી બાઇબલ