Text copied!
Bibles in Gujarati

ગીતોનું ગીત 5:2-5 in Gujarati

Help us?

ગીતોનું ગીત 5:2-5 in ગુજરાતી બાઇબલ

2 હું સૂતી હોઉં છું પણ મારું હૃદય સ્વપ્નમાં જાગૃત હોય છે. એ મારા પ્રીતમનો સાદ છે તે દ્વાર ઠોકે છે અને કહે છે કે, “મારી બહેન, મારી પ્રિયતમા, મારી હોલી, મારી ગુણિયલ, મારે માટે દ્વાર ઉઘાડ, મારું માથું રાત્રીના ઝાકળથી ભીજાયેલું છે મારા વાળ રાતનાં ટીપાંથી પલળી ગયા છે.”
3 “મેં મારું વસ્ત્ર કાઢયું છે; તેથી હું કેવી રીતે ફરી પહેરું? મેં મારા પગ ધોયા છે; હું તેમને શા માટે મેલા કરું?”
4 મારા પ્રીતમે બારણાના બાકામાંથી તેનો હાથ અંદર નાખ્યો, અને મારું હૃદય તેના માટે ધડકી ઊઠયું.
5 હું મારા પ્રીતમ માટે દ્વાર ઉઘાડવાને ઊઠી; દ્વારની સાંકળ પર, અને મારા હાથમાંથી બોળ અને મારી આંગળીઓમાંથી બોળનો અર્ક ટપકતા હતાં.
ગીતોનું ગીત 5 in ગુજરાતી બાઇબલ