Text copied!
Bibles in Gujarati

ગીતોનું ગીત 3:7-11 in Gujarati

Help us?

ગીતોનું ગીત 3:7-11 in ગુજરાતી બાઇબલ

7 જુઓ, આ તો સુલેમાનની પાલખી છે; તેની આસપાસ સાઠ યોદ્ધાઓ, સાઠ ઇઝરાયલી સૈનિકો છે.
8 તેઓ તલવારબાજીમાં તથા યુદ્ધમાં કુશળ છે. રાત્રીના ભયને કારણે, તે દરેક માણસની તલવાર તેની જાંઘે હોય છે.
9 સુલેમાન રાજાએ પોતાના માટે લબાનોનના લાકડામાંથી રથ બનાવ્યો.
10 તેના સ્તંભ ચાંદીના, તેનું તળિયું સોનાનું તથા તેનું આસન જાંબુડા રંગનું બનાવ્યું છે. તેમાં યરુશાલેમની દીકરીઓ માટેનાં પ્યારરૂપી ચિત્રવિચિત્ર ભરત ભરેલું છે.
11 હે સિયોનની દીકરીઓ, નીકળી આવો, જુઓ સુલેમાન રાજાને, તેના આનંદના દિવસે એટલે તેના લગ્નના દિવસે જે મુગટ તેની માતાએ તેને પહેરાવ્યો છે, તે મુગટ સહિત તેને નિહાળો.
ગીતોનું ગીત 3 in ગુજરાતી બાઇબલ