Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 97:1-10 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 97:1-10 in ગુજરાતી બાઇબલ

1 યહોવાહ રાજ કરે છે; પૃથ્વી હરખાઓ; ટાપુઓનો સમૂહ આનંદ પામો.
2 વાદળો અને અંધકાર તેમની આસપાસ છે. ન્યાયીપણું તથા ન્યાય તેમના રાજ્યાસનનો પાયો છે.
3 અગ્નિ તેમની આગળ ચાલે છે અને તે તેમની આસપાસના તેમના શત્રુઓને ભસ્મ કરે છે.
4 તેમની વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું છે; તે જોઈને પૃથ્વી કાંપી.
5 યહોવાહની સમક્ષ, આખી પૃથ્વીના પ્રભુની સમક્ષ, પર્વતો મીણની જેમ પીગળી ગયા.
6 આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરે છે અને સર્વ લોકોએ તેમનો મહિમા જોયો છે.
7 મૂર્તિઓની પૂજા કરનારાઓ, મૂર્તિઓમાં અભિમાન કરનારાઓ, તેઓ સર્વ બદનામ થાઓ.
8 હે યહોવાહ, તમારાં ન્યાયનાં કાર્યો વિષે સાંભળીને સિયોન આનંદ પામ્યું અને યહૂદિયાની દીકરીઓ હરખાઈ.
9 કેમ કે, હે યહોવાહ, તમે સમગ્ર પૃથ્વી પર પરાત્પર છો. તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
10 હે યહોવાહ પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાને ધિક્કારો! તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે અને તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.
ગીતશાસ્ત્ર 97 in ગુજરાતી બાઇબલ