Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 94:17-23 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 94:17-23 in ગુજરાતી બાઇબલ

17 જો યહોવાહે મારી સહાય કરી ન હોત તો મારો આત્મા વહેલો છાનો થઈ જાત.
18 જ્યારે મેં કહ્યું કે, “મારો પગ લપસી જાય છે,” ત્યારે, હે યહોવાહ, તમારી કૃપાએ મને પકડી લીધો છે.
19 જ્યારે મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે, ત્યારે તમારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે.
20 દુષ્ટ અધિકારીઓ નિયમસર ઉપદ્રવ યોજે છે, તેઓ શું તારી સાથે મેળાપ રાખશે?
21 તેઓ ન્યાયીઓની વિરુદ્ધ કાવતરાં રચે છે અને નિર્દોષને દોષિત ઠરાવીને તેઓને મૃત્યદંડ આપે છે.
22 પણ યહોવાહ મારો ઊંચો ગઢ છે અને મારા ઈશ્વર મારા આશ્રયના ખડક છે.
23 તેમણે તેઓને તેઓનો અન્યાય વાળી આપ્યો છે અને તે તેઓની દુષ્ટતાને માટે તેઓનો સંહાર કરશે. યહોવાહ આપણા ઈશ્વર તેઓનો સંહાર કરશે.
ગીતશાસ્ત્ર 94 in ગુજરાતી બાઇબલ