Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 90:1-5 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 90:1-5 in ગુજરાતી બાઇબલ

1 હે પ્રભુ, પેઢી દરપેઢી તમે અમારું નિવાસસ્થાન થયા છો.
2 પર્વતો ઉત્પન્ન થયા હતા, અને તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં, તે પહેલાંથી , એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તમે ઈશ્વર છો.
3 તમે મનુષ્યોને ધૂળમાં પાછા મેળવી દો છો અને તમે કહો છો, “હે મનુષ્યપુત્રો પાછા ફરો.”
4 કારણ કે તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં છે અને રાતના એક પહોર જેવાં છે.
5 તમે તેઓને પૂરની જેમ તાણી જાઓ છો અને તેઓ નિંદ્રા જેવાં છે; તેઓ સવારમાં ઊગતાં ઘાસ જેવા છે.
ગીતશાસ્ત્ર 90 in ગુજરાતી બાઇબલ