Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 7:10-14 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 7:10-14 in ગુજરાતી બાઇબલ

10 મારી ઢાલ ઈશ્વર છે, તે ઇમાનદાર હૃદયવાળાને બચાવે છે.
11 ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે, ઈશ્વર દરરોજ દુષ્ટો પર કોપાયમાન થાય છે.
12 જો માણસ પાપથી પાછો ન કરે, તો ઈશ્વર તેમની તરવાર તીક્ષ્ણ કરશે તેમણે પોતાના ધનુષ્યને તાણીને તૈયાર રાખ્યું છે.
13 તેમણે તેને માટે કાતિલ હથિયાર સજ્જ કર્યાં છે; અને પોતાનાં બાણને બળતાં કરે છે.
14 તે ભૂંડાઈથી કષ્ટાય છે, તેણે ઉપદ્રવનો ગર્ભ ધર્યો છે, જે જૂઠને જન્મ આપ્યો છે.
ગીતશાસ્ત્ર 7 in ગુજરાતી બાઇબલ