Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 68:7-17 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 68:7-17 in ગુજરાતી બાઇબલ

7 હે ઈશ્વર, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યા, જ્યારે અરણ્યમાં થઈને તમે કૂચ કરી, સેલાહ
8 ત્યારે પૃથ્વી કાંપી; વળી ઈશ્વરની આગળ આકાશમાંથી વરસાદ વરસ્યો, ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની આગળ સિનાઈ પર્વત કાંપ્યો.
9 હે ઈશ્વર, તમે પુષ્કળ વરસાદ વરસાવ્યો; જ્યારે તમારું વતન નિર્બળ થયું હતું, ત્યારે તમે તેને બળવાન કર્યું.
10 તમારા લોકો તેમાં રહે છે; હે ઈશ્વર, તમે ગરીબો ઉપર ઉપકાર કરીને તેમની ભૂખ ભાંગી.
11 પ્રભુ હુકમ આપે છે અને તેઓને ખબર આપનાર એક મહાન સૈન્ય હતું.
12 રાજાઓનું સૈન્ય નાસે છે, તેઓ દોડી જાય છે અને સ્ત્રીઓ ઘરમાં બેસીને લૂંટ વહેંચવાની રાહ જુએ છે:
13 જ્યારે તમે ઘેટાંના વાડામાં સૂઈ રહેશો, ત્યારે જેની પાંખે ચાંદીનો ઢોળ અને પીંછાએ કેસરી સોનાનો ઢોળ ચઢાવેલો હોય, એવા સૂતેલા કબૂતરનાં જેવા લાગશો.
14 જ્યારે સર્વસમર્થે ત્યાં રાજાઓને વિખેરી નાખ્યા, ત્યારે સાલ્મોનના પર્વત પર હિમ પડ્યા જેવું થયું.
15 એક શક્તિશાળી પર્વત બાશાનનો પહાડી દેશ છે; બાશાનનો પર્વત ઘણા શિખરોવાળો છે.
16 અરે શિખરવાળા પર્વતો, ઈશ્વરે રહેવાને માટે જે પર્વત પસંદ કર્યો છે, તેને તમે વક્ર દ્રષ્ટિએ કેમ જુઓ છો? નિશ્ચે યહોવાહ ત્યાં સદાકાળ રહેશે.
17 ઈશ્વરના રથો વીસ હજાર છે, લાખોલાખ છે; જેમ તે સિનાઈના પવિત્રસ્થાનમાં છે, તેમ પ્રભુ તેઓમાં છે.
ગીતશાસ્ત્ર 68 in ગુજરાતી બાઇબલ