17 ઈશ્વરના રથો વીસ હજાર છે, લાખોલાખ છે; જેમ તે સિનાઈના પવિત્રસ્થાનમાં છે, તેમ પ્રભુ તેઓમાં છે.
18 તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો; તમે બંદીવાનોને લઈને આવ્યા; તમે માણસો પાસેથી ભેટો લીધી, એ લોકો પાસેથી પણ જેઓ તમારી વિરુદ્ધ હતા, કે જેથી યહોવાહ ઈશ્વર ત્યાં રહે.
19 પ્રભુની સ્તુતિ થાઓ, કે જે રોજ આપણો બોજો ઊંચકી લે છે, તે આપણા ઉદ્ધારના ઈશ્વર છે. સેલાહ
20 ઈશ્વર એ આપણા ઈશ્વર છે જેમણે આપણને બચાવ્યા; મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવાહ પાસે છે.
21 પણ ઈશ્વર પોતાના શત્રુઓનાં માથાં ફોડી નાખશે, પાપમાં રચ્યાપચ્યા રહેનારની કેશવાળી ખોપરી તે ફોડી નાખશે.
22 પ્રભુએ કહ્યું, “હે મારા લોકો, હું તમને બાશાનથી પાછા લાવીશ, હું સમુદ્રના ઊંડાણોમાંથી તમને પાછા લાવીશ.
23 કે જેથી તું તારા શત્રુઓને શાપ આપે અને તેમના લોહીમાં તારો પગ બોળે અને જેથી તારા કૂતરાઓની જીભને તારા શત્રુઓનો ભાગ મળે.”