Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 60:2-9 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 60:2-9 in ગુજરાતી બાઇબલ

2 તમે દેશને ધ્રૂજાવ્યો છે; તમે તેને ચીરીને અલગ કર્યો છે; તેના વિભાગોને તમે સમારો, કેમ કે તે કાંપે છે.
3 તમે તમારા લોકોને અતિ વિકટ સમયમાં લઈ ગયા છો; તમે અમને લથડિયાં ખવડાવનારો દ્રાક્ષારસ પીવડાવ્યો છે.
4 તમે તમારી બીક રાખનારાઓને ધ્વજા આપી છે, કે જેથી તે સત્યને અર્થે પ્રદર્શિત કરાય.
5 કે જેથી જેઓ તમને પ્રેમ કરે છે, તેઓ છૂટી જાય, તમારા જમણા હાથથી અમને છોડાવો અને મને જવાબ આપો.
6 ઈશ્વર પોતાની પવિત્રતાએ બોલ્યા છે, “હું હરખાઈશ; હું શખેમના ભાગ પાડીશ અને સુક્કોથની ખીણ વહેંચી આપીશ.
7 ગિલ્યાદ મારું છે અને મનાશ્શા પણ મારું છે; એફ્રાઇમ પણ મારા માથાનો ટોપ છે. યહૂદિયા મારો રાજદંડ છે.
8 મોઆબ મારો કળશિયો છે; અદોમ ઉપર હું મારું પગરખું નાખીશ; હું પલિસ્તીઓને કારણે હું જય પોકાર કરીશ.
9 મજબૂત શહેરમાં મને કોણ લાવશે? અદોમમાં મને કોણ દોરવણી આપશે?”
ગીતશાસ્ત્ર 60 in ગુજરાતી બાઇબલ