Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 59:7-13 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 59:7-13 in ગુજરાતી બાઇબલ

7 જુઓ, તેઓ પોતાના મુખથી ઓડકાર લે છે; તેઓના હોઠોમાં તરવારો છે, કેમ કે તેઓ કહે છે કે, “અમારું સાંભળનાર કોણ છે?”
8 પણ, હે યહોવાહ, તમે તેઓને હસી કાઢશો; તમે સર્વ દેશોની મજાક ઉડાવો છો.
9 હે ઈશ્વર, મારા સામર્થ્ય, હું તમારી તરફ લક્ષ રાખીશ; તમે મારો ઊંચો ગઢ છો.
10 મારા ઈશ્વર તેમની કૃપાથી મને મળવા આવશે; ઈશ્વર મારા શત્રુઓ ઉપર મને મારી ઇચ્છા પૂરી કરવા દેશે.
11 તેઓનો સંહાર કરશો નહિ, નહિ તો મારા લોકો ભૂલી જશે; હે પ્રભુ, અમારી ઢાલ, તમારી શક્તિ વડે તેઓને વિખેરીને નીચે પાડી નાખો.
12 કેમ કે તેઓના મુખના પાપને લીધે અને તેઓના હોઠોના શબ્દોને લીધે, તેઓ જે શાપ દે છે અને જે જૂઠું બોલે છે, તેને લીધે તેઓને પોતાના જ અભિમાનમાં ફસાઈ જવા દો.
13 કોપથી તેઓનો નાશ કરો, નાશ કરો, કે જેથી તેઓ રહે જ નહિ; તેઓને જણાવો કે ઈશ્વર યાકૂબમાં રાજ કરે છે અને પૃથ્વીના અંત સુધી પણ રાજ કરે છે. સેલાહ
ગીતશાસ્ત્ર 59 in ગુજરાતી બાઇબલ