Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 55:9-20 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 55:9-20 in ગુજરાતી બાઇબલ

9 હે પ્રભુ, તેઓનો નાશ કરો અને તેઓની ભાષાઓ બદલી નાખો, કેમ કે મેં નગરમાં બળાત્કાર તથા ઝઘડા જોયા છે.
10 તેઓ રાતદિવસ તેના કોટ પર આંટા મારે છે; અને તેની મધ્યે દુષ્ટતા તથા હાનિ ચાલુ રહી છે.
11 તેની વચ્ચે બૂરાઈ છે; જુલમ તથા ઠગાઈ તેના રસ્તા પરથી ખસતાં નથી.
12 કેમ કે મને જે ઠપકો આપનારો હતો તે મારો શત્રુ ન હતો, એ તો મારાથી સહન કરી શકાત; મારી વિરુદ્ધ વડાઈ કરનારો તે મારો શત્રુ ન હતો, એવાથી તો હું સંતાઈ રહી શકત.
13 પણ તે તું જ છે, તું જે મારા સરખો, મારો સાથી અને મારો ખાસ મિત્ર.
14 આપણે એકબીજાની સાથે મીઠી સંગત કરતા હતા; આપણે જનસમુદાય સાથે ઈશ્વરના ઘરમાં જતા હતા.
15 એકાએક તેમના પર મોત આવી પડો; તેઓ જીવતા જ શેઓલમાં ઊતરી પડો, કેમ કે ભૂંડાઈ તેઓનાં ઘરોમાં, હા, તેઓનાં અંતરમાં છે.
16 હું તો ઈશ્વરને પોકાર કરીશ અને યહોવાહ મારો બચાવ કરશે.
17 હું મારા દુ:ખમાં સવારે, બપોરે અને સાંજે ઈશ્વરને ફરિયાદ કરીશ અને તે મારો અવાજ સાંભળશે.
18 કોઈ મારી પાસે આવે નહિ, માટે તેમણે છોડાવીને મારા આત્માને શાંતિ આપી છે કેમ કે મારી સામે લડનારા ઘણા છે.
19 ઈશ્વર જે અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે, તે તેઓને સાંભળશે અને જવાબ આપશે. સેલાહ જે માણસોમાં કંઈ ફેરફાર થતો નથી; તેઓ ઈશ્વરથી બીતા નથી.
20 મારા મિત્રો કે જેઓ તેની સાથે સમાધાન રાખતા હતા તેણે તેમના પર હાથ ઉગામ્યો છે; તેણે પોતાનો કરેલો કરાર તોડ્યો છે.
ગીતશાસ્ત્ર 55 in ગુજરાતી બાઇબલ