Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 50:7-14 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 50:7-14 in ગુજરાતી બાઇબલ

7 “હે મારા લોકો, સાંભળો અને હું બોલીશ; હું ઈશ્વર, તમારો ઈશ્વર છું.
8 તારા બલિદાનોને લીધે હું તને ઠપકો આપીશ નહિ; તારાં દહનાર્પણો નિરંતર મારી આગળ થાય છે.
9 હું તારી કોડમાંથી બળદ અથવા તારા વાડાઓમાંથી બકરા લઈશ નહિ.
10 કારણ કે અરણ્યનું દરેક પશુ અને હજાર ડુંગરો ઉપરનાં પશુઓ મારાં છે.
11 હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું અને જંગલના હિંસક પશુઓ મારાં છે.
12 જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તમને કહીશ નહિ; કારણ કે જગત તથા તેમાંનું સર્વસ્વ મારું છે.
13 શું હું બળદોનું માંસ ખાઉં? અથવા શું હું બકરાઓનું લોહી પીઉં?
14 ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ અને પરાત્પર પ્રત્યેની તારી પ્રતિજ્ઞા પૂર્ણ કર.
ગીતશાસ્ત્ર 50 in ગુજરાતી બાઇબલ