Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 45:9-13 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 45:9-13 in ગુજરાતી બાઇબલ

9 રાજાની દીકરીઓની મધ્યે કેટલીક સ્ત્રીઓ આદરમાન છે; તમારે જમણે હાથે ઓફીરના સોનાથી શણગારેલા રાણી ઊભાં રહે છે.
10 હે દીકરી, સાંભળ, કાન ધર; તારા લોકોને અને તારા પિતાના ઘરને ભૂલી જા.
11 આ રીતે રાજા તારા સૌંદર્ય પર મોહિત થશે; તે તારા સ્વામી છે; તું તેમની સેવા કર.
12 તૂરની દીકરી ભેટ લઈને ત્યાં આવશે; ધનવાન લોકો તારી કૃપાને માટે તને કાલાવાલા કરશે.
13 રાજપુત્રી મહેલમાં સંપૂર્ણ ગૌરવવાન છે; તેનાં વસ્ત્રોમાં સોનાના તાર વણેલા છે.
ગીતશાસ્ત્ર 45 in ગુજરાતી બાઇબલ