Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 39:3-11 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 39:3-11 in ગુજરાતી બાઇબલ

3 મારું હૃદય મારામાં તપી ગયું; જ્યારે મેં આ બાબતો વિષે વિચાર કર્યો, ત્યારે વિચારોનો અગ્નિ સળગી ઊઠ્યો. પછી અંતે હું બોલ્યો કે,
4 “હે યહોવાહ, મને જણાવો કે મારું આયુષ્ય કેટલું છે? અને મારા આયુષ્યના દિવસો કેટલા છે, તે મને જણાવો. હું કેવો ક્ષણભંગુર છું, તે મને સમજાવો.
5 જુઓ, તમે મારા દિવસો મુઠ્ઠીભર કર્યા છે અને મારું આયુષ્ય તમારી આગળ કંઈ જ નથી. ચોક્કસ દરેક માણસ વ્યર્થ છે.
6 નિશ્ચે દરેક માણસ આભાસરૂપે હાલેચાલે છે. નિશ્ચે દરેક જણ મિથ્યા ગભરાય છે તે સંગ્રહ કરે છે પણ તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.
7 હવે, હે પ્રભુ, હું શાની રાહ જોઉં? તમે જ મારી આશા છો.
8 મારા સર્વ અપરાધો પર મને વિજય અપાવો: મૂર્ખો મારી મશ્કરી કરે, એવું થવા ન દો.
9 હું ચૂપ રહ્યો છું અને મેં મારું મુખ ઉઘાડ્યું નથી કેમ કે તમે જે કર્યુ છે એ હું જાણું છું.
10 હવે મને વધુ શિક્ષા ન કરશો, તમારા પ્રબળ હાથના પ્રહારે હું નિશ્ચે નષ્ટ જેવો જ થઈ ગયો છું.
11 જ્યારે તમે લોકોને તેઓનાં પાપોને કારણે શિક્ષા કરો છો, ત્યારે તમે તેની સુંદરતાનો પતંગિયાની જેમ નાશ કરી દો છો; નિશ્ચે દરેક લોકો કંઈ જ નથી પણ વ્યર્થ છે.
ગીતશાસ્ત્ર 39 in ગુજરાતી બાઇબલ