Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 31:10-17 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 31:10-17 in ગુજરાતી બાઇબલ

10 કેમ કે સંતાપથી મારી જિંદગી અને નિસાસાથી મારાં વર્ષો વહી જાય છે. મારા પાપના કારણે મારું બળ ઘટે છે અને મારાં હાડકાં ક્ષીણ થાય છે.
11 મારા સર્વ દુશ્મનોને લીધે લોકો મને મહેણાં મારે છે; મારા પડોશીઓ તો મારી અતિશય નિંદા કરે છે અને મારા ઓળખીતાઓને મારો ભય લાગે છે. જે કોઈ મને મહોલ્લાઓમાં જુએ છે, તે જોતાંની સાથે જ મારી પાસેથી નાસી જાય છે.
12 મૃત્યુ પામેલા મનુષ્યની જેમ હું વિસરાઈ ગયો છું, જેના વિષે કોઈ વિચારતું પણ નથી. હું તૂટી ગયેલા વાસણ જેવો છું.
13 કેમ કે મેં ઘણાંને તેઓને મુખે મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે, ચારે બાજુ ધાસ્તી છે તેઓ ભેગા થઈને મારી વિરુદ્ધ કાવતરાં ઘડે છે. તેઓ મારો જીવ લેવાની યોજનાઓ ઘડે છે.
14 પણ, હે યહોવાહ, હું તમારા પર ભરોસો રાખું છું; મેં કહ્યું, “તમે મારા ઈશ્વર છો.”
15 મારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે. મારા શત્રુઓના હાથમાંથી તથા જેઓ મારો પીછો કરી રહ્યા છે તેઓનાથી મને બચાવો.
16 તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ પાડો; તમારી કૃપાથી મને બચાવો.
17 હે યહોવાહ, મારી બદનામી થવા દેતા નહિ; કેમ કે મેં તમને વિનંતિ કરી છે! દુષ્ટો લજ્જિત થાઓ! તેઓ ચૂપચાપ શેઓલમાં પડી રહો.
ગીતશાસ્ત્ર 31 in ગુજરાતી બાઇબલ