Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 19:6-8 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 19:6-8 in ગુજરાતી બાઇબલ

6 તે આકાશને એક છેડેથી નીકળી આવે છે અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે; તેની ઉષ્ણતા પામ્યા વિના કોઈ બાકી રહી જતું નથી.
7 યહોવાહના નિયમો સંપૂર્ણ છે, તે આત્માને તાજગી આપે છે; યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે ભોળાને બુદ્ધિમાન કરે છે.
8 યહોવાહના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે; યહોવાહની આજ્ઞાઓ નિર્મળ છે, જે આંખોને પ્રકાશ આપે છે.
ગીતશાસ્ત્ર 19 in ગુજરાતી બાઇબલ