Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 17:5-13 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 17:5-13 in ગુજરાતી બાઇબલ

5 મારાં પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે; મારો પગ લપસી ગયો નથી.
6 મેં તમને વિનંતિ કરી, કેમ કે, હે ઈશ્વર, તમે મને ઉત્તર આપશો; મારી તરફ કાન ધરો અને મારું બોલવું સાંભળો.
7 જેઓ તમારા પર ભરોસો રાખે છે તેમની સામે ઊઠનારાઓથી તેમને તમારા જમણા હાથથી બચાવીને તમારી અદ્દભૂત કરુણા દર્શાવો!
8 તમારી આંખની કીકીની જેમ મારી રક્ષા કરો; તમારી પાંખોની છાયા નીચે મને સંતાડો.
9 જેઓ મારા ઘાતકી વેરીઓ છે અને જેઓ મને ચારે બાજુથી ઘેરે છે, એવો મારો નાશ કરનારા દુષ્ટોથી મને બચાવો.
10 તેઓ કોઈની પર પણ દયા દર્શાવતા નથી; તેઓ પોતાના મુખે અભિમાનથી બોલે છે.
11 તેઓએ અમને અમારા દરેક પગલે ઘેર્યા છે. તેઓની આંખો અમને ભૂમિ પર પછાડવાને તાકી રહી છે.
12 તેઓ સિંહની જેમ શિકારને ફાડી ખાવા આતુર છે, ત્રાટકવાની રાહ જોતા છુપાઈ ગયેલા સિંહના બચ્ચાં જેવા છે.
13 હે યહોવાહ, તમે ઊઠો! તેમના પર હુમલો કરો! તેમને નીચે પાડી નાખો! તમારી તરવાર દ્વારા દુષ્ટથી મારા જીવને બચાવો.
ગીતશાસ્ત્ર 17 in ગુજરાતી બાઇબલ