Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 16:7-11 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 16:7-11 in ગુજરાતી બાઇબલ

7 યહોવાહે મને બોધ આપ્યો છે, હું તેમની પ્રશંસા કરું છું; મારું અંતઃકરણ રાતના સમયે મને બોધ આપે છે.
8 મેં યહોવાહને સદા મારી સમક્ષ રાખ્યા છે, તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી.
9 તેથી મારું હૃદય આનંદમાં છે; મારો આત્મા હર્ષ પામે છે; ચોક્કસ હું સહીસલામત રહીશ.
10 કારણ કે તમે મારો આત્મા શેઓલને સોંપશો નહિ; તમે તમારા પવિત્રને કહોવાણ જોવા દેશો નહિ.
11 તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે.
ગીતશાસ્ત્ર 16 in ગુજરાતી બાઇબલ