Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 145:13-19 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 145:13-19 in ગુજરાતી બાઇબલ

13 તમારું રાજ્ય સદાકાળનું રાજ્ય છે અને તમારું શાસન પેઢી દરપેઢી ટકી રહે છે.
14 સર્વ પડતા માણસોને યહોવાહ આધાર આપે છે અને સર્વ દબાઈ રહેલાઓને તે ઊભા કરે છે.
15 સર્વની આંખો તમને આતુરતાથી જોઈ રહી છે; તમે તેઓને રાતના સમયે પણ અન્ન આપો છો.
16 તમે તમારો હાથ ખોલો છો, એટલે સર્વ સજીવોની ઇચ્છા તૃપ્ત થાય છે.
17 યહોવાહ પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે અને તે પોતાના સર્વ કામોમાં કૃપાળુ છે.
18 જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે, તેઓની સાથે યહોવાહ રહે છે.
19 જેઓ યહોવાહને માન આપે છે તેમની ઇચ્છાઓને તે પૂરી કરે છે; તે તેઓનો પોકાર સાંભળીને તેમને બચાવે છે.
ગીતશાસ્ત્ર 145 in ગુજરાતી બાઇબલ