Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 136:14-21 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 136:14-21 in ગુજરાતી બાઇબલ

14 તેની વચ્ચે થઈને ઇઝરાયલને પાર ઉતારનારાની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
15 ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ડુબાવી દેનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
16 જે પોતાના લોકોને અરણ્યમાં થઈને દોરી લીધા તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
17 જેમણે મોટા રાજાઓને મારી નાખ્યા, તેમની સ્તુતિ કરો. કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
18 નામાંકિત રાજાઓના સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
19 અમોરીઓના રાજા સિહોનને સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
20 બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
21 જેમણે તેઓનો દેશ વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
ગીતશાસ્ત્ર 136 in ગુજરાતી બાઇબલ