Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 109:8-16 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 109:8-16 in ગુજરાતી બાઇબલ

8 તેના દિવસો થોડા થાઓ; તેનું સ્થાન બીજા કોઈ લઈ લો.
9 તેના સંતાનો અનાથ અને તેની પત્ની વિધવા થાઓ.
10 તેના સંતાનો રખડીને ભીખ માગો, ઉજ્જડ થયેલાં પોતાના ઘરોમાંથી તેઓને નસાડી મૂકવામાં આવે.
11 તેનો લેણદાર જોરજુલમથી તેનું બધું લઈ જાઓ; તેની મહેનતનું ફળ પરાયા લૂંટી જાઓ.
12 તેના પર દયા રાખનાર કોઈ ન રહો; તેનાં અનાથ બાળકો પર કોઈ કૃપા રાખનાર ન રહો.
13 તેના વંશજોનો ઉચ્છેદ થાઓ; આવતી પેઢીમાંથી તેનું નામ સંપૂર્ણપણે ભૂંસાઈ જાઓ.
14 તેના પિતૃઓનાં પાપ યહોવાહને યાદ રહો; અને તેની માતાનું પાપ માફ કરવામાં ન આવો.
15 તેનાં પાપો નિત્ય યહોવાહની નજરમાં રહો; યહોવાહ તેનું નામ પૃથ્વી પરથી ઉખેડી નાખે.
16 કારણ કે તેણે બીજાઓ પ્રત્યે દયા કરવાનું ચાહ્યું નહિ, પણ નિરુત્સાહીની હત્યા કરવા માટે અને ગરીબ તથા જરૂરતમંદને સતાવ્યા.
ગીતશાસ્ત્ર 109 in ગુજરાતી બાઇબલ