Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - 1 રાજઓ - 1 રાજઓ 19

1 રાજઓ 19:17-20

Help us?
Click on verse(s) to share them!
17અને એમ થશે કે હઝાએલની તરવારથી જે કોઈ બચી જશે તેને યેહૂ મારી નાખશે અને યેહૂની તરવારથી જે કોઈ બચી જશે તેને એલિશા મારી નાખશે.
18પણ હું મારે માટે ઇઝરાયલમાં એવા સાત હજારને બચાવીશ કે જે સર્વનાં ઘૂંટણ બાલની આગળ નમ્યાં નથી અને જેઓમાંના કોઈનાં મુખે તેને ચુંબન કર્યું નથી.”
19તેથી એલિયા ત્યાંથી રવાના થયો અને તેને શાફાટનો દીકરો એલિશા મળ્યો. ત્યારે તે તેને ખેતર ખેડતો હતો. એની આગળ બાર જોડ બળદ હતા અને તે પોતે બારમી જોડની સાથે હતો. એલિયાએ તેની પાસે જઈને પોતાનો ઝભ્ભો તેના પર નાખ્યો.
20પછી એલિશા બળદોને મૂકીને એલિયાની પાછળ દોડ્યો અને કહેવા લાગ્યો, “કૃપા કરીને મને મારા માતા પિતાને વિદાયનું ચુંબન કરવા જવા દે, પછી હું તારી પાછળ આવીશ.” પછી એલિયાએ તેને કહ્યું, “સારું, પાછો જા, પણ મેં તારા માટે જે કર્યું છે તેનો વિચાર કરજે.”

Read 1 રાજઓ 191 રાજઓ 19
Compare 1 રાજઓ 19:17-201 રાજઓ 19:17-20