Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - લેવીય - લેવીય 4

લેવીય 4:8-26

Help us?
Click on verse(s) to share them!
8તેણે પાપાર્થાર્પણના બળદની બધી ચરબી કાઢી લેવી; આંતરડાં પરની અને તેની આસપાસની ચરબી,
9બે મૂત્રપિંડો તથા તેની પરની કમર પાસેની ચરબી અને કલેજા પરનું અંતરપડ મૂત્રપિંડો સુદ્ધાં તેણે કાઢી લેવું.
10જેમ તે શાંત્યર્પણના યજ્ઞના બળદમાંથી કાઢી લેવાય છે તેમ, યાજક યજ્ઞવેદી પર તેઓનું દહન કરે.
11બળદનું ચામડું, તેનું બાકીનું માંસ, તેનું માથું, તેના પગ, તેનાં આંતરડા તથા તેનું છાણ,
12બળદનો બાકીનો ભાગ, તે છાવણીની બહાર કોઈ સ્વચ્છ જગ્યાએ, એટલે રાખ નાખવાની જગ્યાએ લાકડાં સળગાવીને તેને બાળી મૂકે. જ્યાં રાખ નાખવામાં આવે છે ત્યાં તેને બાળી નાખવામાં આવે.
13જો સમગ્ર ઇઝરાયલની પ્રજા અજાણતાં પાપ કરીને, તે બાબત સમુદાયની નજરથી ગુપ્ત રહેલી હોય અને જે કૃત્યો કરવાની યહોવાહે મના કરેલી છે તેમાંનું કોઈ કૃત્ય કરીને તેઓ દોષિત થયા હોય,
14તો જ્યારે જે પાપ તેઓએ કર્યુ હોય તેની જાણ પડે ત્યારે સમુદાય પાપાર્થાર્પણને માટે એક જુવાન બળદ ચઢાવે અને તેને મુલાકાતમંડપની આગળ લાવે.
15સભાના વડીલો યહોવાહની આગળ તે બળદના માથા પર પોતાના હાથ મૂકે અને યહોવાહની સમક્ષ તે બળદ કપાય.
16અભિષિક્ત યાજક તે બળદનું થોડું રક્ત મુલાકાતમંડપમાં લાવે.
17યાજક પોતાની આંગળી તે રક્તમાં બોળીને યહોવાહની સમક્ષ સાત વાર પડદા પર છાંટે.
18જે વેદી યહોવાહની સમક્ષ મુલાકાતમંડપમાં છે તેના શિંગ પર તે રક્તમાંથી થોડું રક્ત રેડે અને બાકીનું બધું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળની યજ્ઞવેદીનાં પાયામાં રેડી દેવું.
19તેણે બળદની બધી ચરબી કાઢી લઈને વેદી પર બાળી મૂકવી.
20એ બળદને તે આ પ્રમાણે કરે. પાપાર્થાર્પણના બળદની જેમ જ તેણે એ બળદનું પણ કરવું અને યાજક લોકોને માટે પ્રાયશ્ચિત કરે અને તેઓને માફ કરવામાં આવશે.
21તે બળદને છાવણીની બહાર લઈ જાય અને જેમ તેણે પહેલા બળદને બાળી નાખ્યો હતો તેમ એને પણ બાળી દે. તે આખી પ્રજાને માટે પાપાર્થાર્પણ છે.
22જ્યારે કોઈ અધિકારી પાપ કરીને જે બધાં કૃત્યો કરવાની તેના ઈશ્વર યહોવાહે મના કરીને આજ્ઞા આપી છે તેમાંનું કોઈ પાપ અજાણે કરીને દોષિત ઠરે,
23ત્યારે જો જે પાપ વિષે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે, તો તે એક બકરાનું એટલે એક ખામી વગરના નરનું અર્પણ લાવે.
24બકરાના માથા પર તે પોતાનો હાથ મૂકીને જ્યાં યહોવાહની સમક્ષ દહનીયાર્પણ કપાય છે ત્યાં તે તેને કાપે. આ પાપાર્થાર્પણ છે.
25યાજક પોતાની આંગળી વડે પાપાર્થાર્પણના રક્તમાંનું લઈને યજ્ઞવેદીનાં શિંગ પર તે લગાડે અને બાકીનું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દે.
26શાંત્યર્પણના યજ્ઞની ચરબીની જેમ તેની બધી ચરબીનું દહન કરે. તેના પાપને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.

Read લેવીય 4લેવીય 4
Compare લેવીય 4:8-26લેવીય 4:8-26