Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - લેવીય - લેવીય 22

લેવીય 22:1-15

Help us?
Click on verse(s) to share them!
1યહોવાહે મૂસાને કહ્યું,
2“હારુનને તથા તેના પુત્રોને આ કહે: ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓને તેઓ મારે સારુ અલગ કરે છે તેઓથી તેઓ દૂર રહે અને મારા પવિત્ર નામને અશુદ્ધ ન કરે. હું યહોવાહ છું.
3તું તેઓને કહે કે, 'તમારો કોઈપણ વંશજ પોતે અશુદ્ધ હોય ત્યારે જે પવિત્ર વસ્તુઓ ઇઝરાયલીઓ યહોવાહને માટે અલગ કરે છે તેઓની પાસે જાય, તે માણસ મારી સંમુખથી અલગ કરાશે. હું યહોવાહ છું.
4હારુનના વંશના જે કોઈને કુષ્ઠ રોગ થયો હોય અથવા સ્રાવ થયો હોય; તેણે શુદ્ધ થતાં સુધી યહોવાહના પવિત્ર અર્પણમાંથી કશું ખાવું નહિ, જો કોઈ અશુદ્ધ મૃતદેહને અડે અથવા જે પુરુષને વીર્ય સ્રવતું હોય તેને અડકે,
5સર્પટિયાંનો કે મનાઈ કરેલી વસ્તુઓનો સ્પર્શ કરે અથવા કોઈ કારણસર અશુદ્ધ થયેલી વ્યક્તિને અડકે;
6તો યાજક જે કંઈ અશુદ્ધ અડકે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય અને તે સ્નાન કરીને શુદ્ધ ન થાય ત્યાં સુધી તેણે પવિત્ર અર્પણમાંથી કશું ખાવું નહિ.
7સૂર્યાસ્ત થયા પછી તે શુદ્ધ ગણાય અને ત્યારે તે પવિત્ર ખોરાક ખાઈ શકે, કારણ તે તેનો ખોરાક છે.
8તેણે કુદરતી રીતે મૃત્યુ પામેલું કે જંગલી જાનવરે ફાડી નાખેલું પશુ ખાવું નહિ. જો તે ખાય તો અશુદ્ધ ગણાય. હું યહોવાહ છું.
9તું યાજકોને કહે કે યાજકોએ મારા નિયમોનું પાલન કરવું: નહિ તો તેઓને પાપ લાગશે અને મારા નિયમોની અવગણના કરવા બદલ તેમણે મરવું પડશે. તેઓને પવિત્ર કરનાર યહોવાહ હું છું.
10તે પવિત્ર વસ્તુઓમાંથી કોઈ યાજકના પરિવારના બહારના માણસે ખાવું નહિ. પછી ભલે તે યાજકનો મહેમાન હોય કે તેણે રાખેલો ચાકર હોય.
11પણ જો કોઈ યાજક તેના પોતાના પૈસાથી ચાકરને ખરીદે તો તે તેમાંથી ખાય. યાજકનું કુટુંબ અને તેના ઘરમાં જન્મેલા પણ તે ખોરાકમાંથી ખાય.
12જો યાજકની દીકરીના લગ્ન જે પુરુષ યાજક ન હોય તેની સાથે થયા હોય, તો તેણે પણ પવિત્ર અર્પણોમાંથી ખાવું નહિ.
13પણ જો યાજકની દીકરી વિધવા હોય અથવા છૂટાછેડા આપેલી હોય, તેનું ભરણપોષણ કરવાને કોઈ પુત્ર ન હોય અને તે પોતાના પિતાના કુટુંબમાં પાછી આવી હોય, તો તે પોતાના પિતાના પવિત્ર અર્પણોમાંથી ખાવાનું ખાઈ શકે છે. આ સિવાય જેઓ યાજકોના કુટુંબમાં નથી તેઓએ આ અર્પણોમાંથી ખાવું નહિ.
14જો કોઈ વ્યક્તિ અજાણતા આ પવિત્ર અર્પણોમાંથી ખાય તો, તેની કિંમતના વીસ ટકા ઉમેરીને યાજકને તે મૂલ્ય ભરપાઈ કરી આપે.
15યાજકો ઇઝરાયલીઓની પવિત્ર વસ્તુઓ કે જે યહોવાહને તેઓ અર્પણ કરે છે, તેઓને અશુદ્ધ ન કરે.

Read લેવીય 22લેવીય 22
Compare લેવીય 22:1-15લેવીય 22:1-15