Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - લૂક - લૂક 7

લૂક 7:17-48

Help us?
Click on verse(s) to share them!
17તેમના સંબંધીની વાતો આખા યહૂદિયામાં તથા આસપાસના સઘળા પ્રદેશમાં ફેલાઈ ગઈ.
18યોહાનના શિષ્યોએ એ સર્વ વાતો વિષે તેને કહી જણાવ્યું.
19યોહાને પોતાના શિષ્યોમાંના બેને પોતાની પાસે બોલાવીને તેઓને પ્રભુની પાસે મોકલીને પુછાવ્યું કે, 'જે આવનાર છે તે શું તમે છો, કે અમે બીજાની રાહ જોઈએ?'
20તે માણસોએ તેમની પાસે આવીને કહ્યું કે, બાપ્તિસ્મા કરનાર યોહાને તમારી પાસે અમને એવું પૂછવા મોકલ્યા છે કે, 'જે આવનાર છે તે શું તમે છો, કે અમે બીજાની રાહ જોઈએ?'
21તે જ વખતે ઈસુએ વિભિન્ન પ્રકારના રોગથી, પીડાથી તથા દુષ્ટાત્માઓથી રિબાતા ઘણાંઓને સાજાં કર્યા, અને ઘણાં અંધજનોને દેખતા કર્યા.
22ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, 'જે જે તમે જોયું તથા સાંભળ્યું તે જઈને યોહાનને કહી સંભળાવો; એટલે કે અંધજનો દેખતા થાય છે, પગથી અપંગ માણસો ચાલતા થાય છે, રક્તપિત્તીઓને શુદ્ધ કરાય છે, અને બધિર સાંભળતાં થાય છે, મૂએલાંને સજીવન કરવામાં આવે છે, દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે,
23અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહિ ખાશે તે આશીર્વાદિત છે.'
24યોહાનના સંદેશવાહકો ગયા એટલે ઈસુએ લોકોને યોહાન વિશે કહ્યું કે, 'અરણ્યમાં તમે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા ઘાસને?
25પણ તમે શું જોવા ગયા હતા? શું મુલાયમ કપડાં પહેરેલા માણસને? જુઓ, જે ભપકાદાર કપડાં પહેરે છે તથા એશઆરામમાં રહે છે, તેઓ રાજમહેલોમાં હોય છે!
26પણ તમે શું જોવા ગયા હતા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા, અને પ્રબોધકના કરતાં પણ જે વિશેષ છે, તેને.
27જેનાં વિશે લખ્યું છે કે, જુઓ, હું મારા સંદેશવાહકને તારા મુખ આગળ મોકલું છું, કે જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે, તે એ જ છે.
28હું તમને કહું છું કે, સ્ત્રીઓથી જેઓ જનમ્યાં છે, તેઓમાં યોહાન કરતાં મોટો કોઈ નથી, તોપણ ઈશ્વરના રાજ્યમાં જે સૌથી નાનો છે, તે પણ તેના કરતાં મોટો છે.'
29એ સાંભળીને બધા લોકોએ તથા જકાત ઉઘરાવનારાઓ સહિત જેઓ યોહાનથી બાપ્તિસ્મા પામ્યા હતા, તેઓએ 'ઈશ્વર ન્યાયી છે' એમ કબૂલ કર્યું.
30પણ ફરોશીઓ તથા નિયમશાસ્ત્રીઓ તેનાથી બાપ્તિસ્મા પામ્યા નહોતા, માટે તેઓના સંબંધી ઈશ્વરની જે યોજના હતી તે તેઓએ નિરર્થક કરી.
31'આ પેઢીના માણસોને હું શાની ઉપમા આપું? તેઓ કોનાં જેવા છે?
32તેઓ તો છોકરાંનાં જેવા છે કે, જેઓ ચોકમાં બેસીને એકબીજાને કહે છે કે, અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યા નહિ; અમે વિલાપ કર્યો, પણ તમે રડ્યાં નહિ.
33કેમ કે યોહાન બાપ્તિસ્મા કરનાર રોટલી ખાતો કે દ્રાક્ષારસ પીતો આવ્યો નથી; અને તમે કહો છો કે તેને દુષ્ટાત્મા વળગ્યો છે.
34માણસનો દીકરો ખાતોપીતો આવ્યો છે, ત્યારે તમે કહો છો કે, જુઓ, ખાઉધરો અને દારૂબાજ માણસ, જકાત ઉઘરાવનારનો તથા પાપીઓનો મિત્ર!
35પણ જ્ઞાન તેનાં બાળકોથી યથાર્થ મનાય છે.'
36કોઈ એક ફરોશીએ ઈસુને પોતાની સાથે જમવા સારુ વિનંતી કરી. ઈસુ ફરોશીના ઘરમાં જઈને જમવા બેઠા.
37જુઓ, એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી; તેણે જયારે જાણ્યું કે ફરોશીના ઘરમાં ઈસુ જમવા બેઠા છે, ત્યારે અત્તરની સંગેમરમરની ડબ્બી લાવીને,
38તેમના પગ પાસે રડતી રડતી પાછળ ઊભી રહી, તથા પોતાનાં આંસુઓથી તેમના પગ પલાળવા તથા પોતાના માથાના વાળથી લૂછવા લાગી, તેણે તેમના પગને ચૂમ્યાં, તેમને અત્તર લગાવ્યું.
39હવે તે જોઈને જે ફરોશીએ ઈસુને જમવા બોલાવ્યા હતા તે મનમાં એમ કહેવા લાગ્યો કે, 'જો આ માણસ પ્રબોધક હોત, તો આ જે સ્ત્રી તેમને અડકે છે, તે સ્ત્રી કોણ છે અને કેવી છે તે તેઓ જાણત, એટલે કે તે તો પાપી છે.'
40આથી ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, 'સિમોન, મારે તને કંઈ કહેવું છે.' ત્યારે તેણે ઈસુને કહ્યું કે, 'કહો ને, પ્રભુ.'
41ઈસુએ કહ્યું 'એક લેણદારને બે દેવાદાર માણસો હતા; એકને પાંચસો દીનારનું દેવું, અને બીજાને પચાસનું હતું.
42જયારે તેઓની પાસે ચૂકવવાનું કંઈ નહોતું, ત્યારે તેણે બન્નેનું દેવું માફ કર્યુ. તો તેઓમાંનો કોણ તેના પર વિશેષ પ્રેમ રાખશે?'
43સિમોને ઉત્તર આપતાં કહ્યું કે, 'મને લાગે છે કે જેને તેણે વિશેષ દેવું માફ કર્યુ તે.' અને તેણે કહ્યું, 'તેં સાચો જવાબ આપ્યો.'
44પછી ઈસુએ પેલી સ્ત્રીની તરફ જોઈને સિમોનને કહ્યું કે, 'આ સ્ત્રીને તું જુએ છે? હું તારે ઘરે આવ્યો ત્યારે મારા પગને ધોવા સારુ તેં મને પાણી આપ્યું નહિ; પણ આ સ્ત્રીએ મારા પગ આંસુએ પલાળીને તેમને પોતાના માથાના વાળથી લૂછ્યા છે.
45તેં મને ચુંબન કર્યુ નહિ; પણ હું અંદર આવ્યો ત્યારથી તે સ્ત્રી મારા પગને ચુંબન કર્યા કરે છે.
46તેં મારે માથે તેલ લગાવ્યું નહિ; પણ તેણે મારા પગે અત્તર લગાવ્યું છે.
47એ માટે હું તને કહું છું કે, એનાં પાપ જે ઘણાં છે તે તેને માફ થયાં છે; કેમ કે તેણે ઘણો પ્રેમ રાખ્યો; જેને થોડું માફ થયું છે તે થોડો પ્રેમ રાખે છે.'
48ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, 'તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે.'

Read લૂક 7લૂક 7
Compare લૂક 7:17-48લૂક 7:17-48