4હવે કામ કરનારને જે પ્રતિફળ મળે છે તે કૃપારૂપ ગણાતું નથી, પણ હકરૂપ ગણાય છે.
5પણ જે મનુષ્ય પોતે કરેલા કામ પર નહિ, પણ અધર્મીને ન્યાયી ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો છે.
6તે જ રીતે ઈશ્વર જે મનુષ્યને કરણીઓ વગર ન્યાયી ગણે છે તેને દાઉદ પણ નીચે પ્રમાણે આશીર્વાદ આપે છે કે,
7'જેઓનાં અપરાધ માફ થયા છે, અને જેઓનાં પાપ ઢંકાયા છે, તેઓ આશીર્વાદિત છે.
8જેનાં પાપ પ્રભુ નહિ ગણે તે મનુષ્ય આશીર્વાદિત છે.'